ટૂંક સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કારણ

|

Nov 22, 2021 | 1:56 PM

વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો હાલમાં 7 સપ્તાહના સૌથી નીચા સ્તરે છે. ઓક્ટોબર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે.

ટૂંક સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કારણ
Symbolic Photo

Follow us on

તાજેતરમાં ભારતમાં પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવમાં ઘણો વધારો થઇ રહ્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ(Crude oil) સસ્તું થવાની આશા છે. વૈશ્વિક બજાર(Global market)માં કાચા તેલની કિંમતો પર નજર કરીએ તો તે હાલમાં 7 સપ્તાહના સૌથી નીચા સ્તરે છે. આ કારણે દેશના સ્થાનિક બજારોમાં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થઈ શકે છે.

ઓઈલ કંપનીઓએ તાજેતરના સમયમાં સપ્લાયમાં વધારો કર્યો છે. બીજી તરફ જાપાને કહ્યું છે કે તે કોવિડ મહામારીને કારણે યુરોપમાં સર્જાયેલી ગેસની અછતને દૂર કરવા માટે તેની ગેસ ભંડાર ખોલશે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઇ શકે છે.

ભારતમાં ઘટી શકે છે ભાવ
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ”વૈશ્વિક બજારમાં બ્રેન્ટ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI)ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ બંને બેન્ચમાર્કમાં ઓક્ટોબર પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ અર્થમાં, વિશ્વના બાકીના બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી શકે છે.”

જાપાનને ઈમરજન્સી રિઝર્વ ખોલવા વિનંતી
અમેરિકાએ જાપાનને તેલ અને ગેસની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી રિઝર્વ ખોલવા વિનંતી કરી છે જેથી ઝડપથી વધી રહેલી કિંમતોને કાબુમાં લઈ શકાય. અમેરિકાની આ માંગ બાદ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ સંકેત આપ્યા છે કે તેલ અને ગેસના ભંડારમાંથી સપ્લાય વધારી શકાય છે. જો ક્રૂડ ઓઈલનો પુરવઠો વધે અને જાપાન ગેસના ભંડાર ખોલે તો ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં તેની સારી અસર જોવા મળશે. જો કે, સમગ્ર વિશ્વ માટે ચિંતા છે કે કોવિડની આગામી લહેર ફરીથી તેલની માંગને અસર કરી શકે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કોરોના વધવાથી પરિસ્થિતિ વણસી જશે
કોરોના મહામારીના કારણે જો વિશ્વના દેશોમાં લોકડાઉન થશે અને અવરજવર પર પ્રતિબંધ થશે તો તેલની માગમાં ઘટાડો થશે. માગ ઘટવાથી પુરવઠો ઘટશે અને તેના કારણે વિશ્વ બજારોમાં તેલની કૃત્રિમ અછત સર્જાઈ શકે છે. હાલ કોરોના પહેલાની સ્થિતિની જેમ જ્યારે તેલની માગ સ્થિર છે, ત્યારે કાચા તેલના ભાવ પણ સ્થિર રહેવાની સંભાવના છે.

હાલમાં જર્મની અને ઓસ્ટ્રિયામાં સંક્રમણ ઝડપથી ફેલાવાની સંભાવના છે. જેથી બંને દેશમાં લૉકડાઉન કરવાની સંભાવના છે. ઑસ્ટ્રિયાએ પણ આ મહિનાની શરૂઆતમાં ટ્રાફિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો, જે પછીથી ફરીથી ખોલવામાં આવ્યો હતો. હવે ફરી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

અમેરિકાએ ઓપેકના સભ્ય દેશો સાથે કરી વાત
હાલમાં જ અમેરિકાએ વિશ્વની મોટી આર્થિક મહાસત્તાઓ સાથે બેઠક યોજી હતી અને કહ્યું હતું કે તેલનો ઈમરજન્સી સપ્લાય શરૂ કરવામાં આવે જેથી અછતનો અંત લાવી શકાય. અમેરિકાએ આ માટે ઓપેકના સભ્ય દેશો સાથે પણ વાત કરી છે. જાપાન આ માટે સહમત છે. જો કે, જાપાનમાં, કુદરતી આફત આવે ત્યારે જ કટોકટી ભંડારમાંથી તેલનો પુરવઠો શરૂ કરવામાં આવે છે. હાલમાં આપત્તિની સ્થિતિ ન હોય તો પણ પુરવઠો શરૂ કરવાનું વિચાર્યું છે.

ઉપર મુજબની સ્થિતિ ઊભા થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું થઇ શકે છે. જેની ભારતના બજારમાં પણ અસર થઇ શકે અને પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો નોંધાઇ શકે છે.

આ પણ વાંચો: ડુંગળીના પાકમાં દેશી દારૂનો ઉપયોગ કેટલો અસરકારક! જાણો આ દેશી ઉપાયથી ફાયદો થાય છે કે નુકસાન?

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

Published On - 1:55 pm, Mon, 22 November 21

Next Article