ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં ડબલ માર, ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી મચ્યો હોબાળો, રસ્તા પર ઉતર્યા લોકો
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક એક દાણા માટે લોકો તડપી રહ્યા છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શુક્રવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘઉંના વધેલા ભાવ સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. દુકાનો બંધ હોવાથી લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એક અહેવાલ મુજબ, ગિલગિટ, સ્કર્દુ, દિયામેર, ખૈસર, અસ્ટોર, શિઘર, ઘાંચે, ખરમંગ, હુન્ઝા અને શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો, બજારો, રેસ્ટોરાં અને વેપાર કેન્દ્રો બંધ રહ્યા હતા. આ દરમિયાન રસ્તાઓ પર જામ જોવા મળ્યો હતો. વાહનવ્યવહારના અભાવે લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં ખાનગી અને સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચ્યા હતા. દુકાનો બંધ હોવાથી લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે પ્રદર્શન: અહેવાલ
એક અહેવાલ મુજબ વેપારીઓ, ટ્રાન્સપોર્ટર્સ અને હોટલ માલિકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો સાથે પરામર્શ કરીને અવામી એક્શન કમિટી (AAC) દ્વારા હડતાલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે સરકારના સબસિડીવાળા ઘઉંના ભાવમાં વધારો કરવાના નિર્ણય સામે છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
હાઈવે બંધ કરવાની લોકોની ચીમકી
વિરોધ દરમિયાન, વક્તાઓએ સબસિડીવાળા ઘઉંના દરમાં વધારો કરવાના જીબી સરકારના નિર્ણયની નિંદા કરી, તેમને મુખ્યમંત્રીની નિષ્ફળતા ગણાવી હતી. તેઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કારાકોરમ હાઇવે બંધ કરવામાં આવશે. શુક્રવારની નમાજ પછી, તાંગિર, અસ્ટોર, ખરમાંગ, સ્કર્દુ, શિગર, ઘાંચે, હુન્ઝા, નગર અને ખૈસરમાં પણ વિરોધ રેલીઓ અને દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું.
24માંથી 22 કલાક નથી મળતી વિજળી
AACના મુખ્ય આયોજક એહસાન અલીએ કહ્યું કે જીબીના રહેવાસીઓ છેલ્લા 70 વર્ષથી તેમના મૂળભૂત અધિકારોથી વંચિત છે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે હાલમાં, સરકારી ભંડોળમાંથી વાર્ષિક અબજો રૂપિયા ખર્ચવા છતાં, જીબીના લોકો 22 કલાક વીજ કાપનો સામનો કરી રહ્યા છે.
રાજ્યપાલ-પ્રમુખની બેઠક
જીબીના ગવર્નર સૈયદ મેહદી શાહ શુક્રવારે ઇસ્લામાબાદમાં રાષ્ટ્રપતિ ડૉ આરિફ અલ્વીને મળ્યા હતા અને ઘઉંની સબસિડી સહિત પ્રદેશની સ્થિતિ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિએ રાજ્યપાલને કહ્યું કે તેમણે આ મુદ્દો કાર્યકારી વડા પ્રધાન અને નાણા પ્રધાન સાથે ઉઠાવ્યો છે અને આશા છે કે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
આ પણ વાંચો: ઈરાનમા તો હદ થઈ ગઈ! મોંઘવારી સામે જનતા લાચાર, કીડની અને લીવર વેચીને ચલાવી રહ્યા છે ઘર
