PAK મોકલવામાં આવી રહ્યા છે Indian Armyના લોકેશન, આંતકવાદીઓની ભરતી કરવા શ્રીનગર પર ફોકસ

ગુપ્ત સૂત્રોની માહિતીના આધારે જાણવા મળ્યું છે કે જમ્મુ કશ્મીરમાં મિલીટ્રી ઈન્સ્ટોલેશન અને સુરક્ષા દળોના કેમ્પસના ગૂગલ લોકેશન પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે.

PAK મોકલવામાં આવી રહ્યા છે Indian Armyના લોકેશન, આંતકવાદીઓની ભરતી કરવા શ્રીનગર પર ફોકસ
Symbolic Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 13, 2021 | 4:07 PM

ગુપ્ત સૂત્રોની માહિતીના આધારે જાણવા મળ્યું છે કે જમ્મુ કશ્મીરમાં મિલીટ્રી ઈન્સ્ટોલેશન અને સુરક્ષા દળોના કેમ્પસના ગૂગલ લોકેશન પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. અલગ અલગ આતંકી (PAK terrorist) સંગઠનોના ગુપ્તચરો Whatsapp અને અન્ય એપ્લીકેશન દ્વારા Google Location pakistan મોકલી રહ્યા છે.

ogw (Over Ground Worker) અને સરહદ પાર આંતકીઓની વાતચીતથી થયો ખુલાસો

આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ
કંગના પહેલા આ અભિનેત્રીઓ રાજકારણમાં કરી ચુકી છે એન્ટ્રી, જુઓ લિસ્ટ

પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ ogwsને સુરક્ષા દળોના કેમ્પ બહાર લગાવેલા બોર્ડની પાસે ઊભા રહીને Google Location મોકલવાના આદેશ કર્યા છે. લોકેશનની મદદથી પાકિસ્તાન જમ્મુ કશ્મીરના મિલીટરી ઈન્સ્ટોલેશન અને સુરક્ષા દળોના કેમ્પસના ડેટા બેસ તૈયાર કરી રહ્યા છે. આ તમામ જાણકારી આતંકીઓને આપવામાં આવશે, જેથી આતંકીઓને હુમલો કરવા સરળતા રહે. આ સિવાય સુરક્ષા દળોએ એક મેસેજ ઈન્ટરસેપ્ટ કર્યો છે, જેમાં પાકિસ્તાની સેનાના જવાન અંદરો અંદર વાતો કરતા જણાતા હતા.

તેમાં એક જવાન કહી રહ્યો છે કે , ‘આજ ઈકરા એકલો છે, બદર વાળાએ તેમણે કપડાં પણ આપ્યા છે.’ ગુપ્ત માહિતના આધારે આ પાકિસ્તાનની 28 સિંધ બોમ્બરડીઅર્સ સાથે અલ બદ્રની આંતકીઓ સાથેની હાજરી બતાવે છે. જે, કા તો પાક સેના સાથે BAT હુમલા માટે અથવા તો ફરી કાશ્મીરમાં ઘુસણખોરી માટે મોજૂદ POKના ભીમ્ભરમાં હાજર છે. આ સિવાય ગુપ્ત સૂત્રોથી જાણવા મળ્યું છે કે સેન્ટ્રલ કશ્મીર ખાસ તરીકે શ્રીનગરમાં લશ્કરની રિક્રૂટમેંટ ડ્રાઈવ ચલાવવાની પણ ખબર છે.

શ્રીનગરમાં ભરતી કરવા લશ્કરે શરૂ કર્યું કેમ્પેઈન:

પાકિસ્તાની આતંકવાદી શ્રીનગરના યુવાનોની ભરતી કરી રહ્યા છે. યુવાનોની ભરતીમાં આતંકીઓ શાકિબ મંજુર ડાર અને શાહિદ ખુર્શીદની સાથે એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે. આ સાથે સરહદ પાર બેઠેલા આતંકીઓએ આતંકવાદીઓને શ્રીનગર પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. આતંકી સંગઠનમાં ભરતી માટે બે સ્થાનિક અને એક પાકિસ્તાની આતંકવાદી પણ યુવાનોની ભરતીમાં સામેલ છે. આ સાથે જ સરહદ પાર બેઠેલા આતંકીઓએ આતંકવાદીઓને શ્રીનગર પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ સાથે પીએમ મોદીના નવ દિવસીય ઉપવાસ પણ આજથી શરૂ થઈ ગયા છે. આ વખતે તેમનો ઉપવાસ બંગાળની ચૂંટણીની વચ્ચે રહેવાનો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">