કાશ્મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પાકિસ્તાનની ખુલી પોલ, શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને મંજૂર ન આપી

|

Nov 03, 2021 | 5:16 PM

પાકિસ્તાને શ્રીનગરથી શારજાહ જતી ફ્લાઈટને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધી નથી. આની સીધી અસર પેસેન્જર ભાડા પર પડશે, કેમ ફ્લાઇટ્સને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે

કાશ્મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પાકિસ્તાનની ખુલી પોલ, શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને મંજૂર ન આપી
Pakistan's show no sympathy for Kashmir

Follow us on

Pakistan on Jammu Kashmir: કાશ્મીરીઓ પ્રત્યે સહાનુભૂતિનું નાટક કરનાર પાકિસ્તાનનું સત્ય હવે સામે આવ્યું છે. પાકિસ્તાને શ્રીનગરથી શારજાહ જતી ફ્લાઈટને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધી નથી. આની સીધી અસર પેસેન્જર ભાડા પર પડશે, કેમ ફ્લાઇટ્સને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે. 

મળતી માહિતી મુજબ, ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ નિર્ણયની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનનો નિર્ણય ચોંકાવનારો છે. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, વિમાનોને લેન્ડિંગ કર્યા વિના સમગ્ર વિસ્તારમાંથી ટેકઓફ કરવાની છૂટ છે. જો કે, પાકિસ્તાનના નિર્ણયને કારણે હવે શ્રીનગરથી ઉડતી ફ્લાઈટને ઉદયપુર, અમદાવાદ અને ઓમાન થઈને શારજાહ જવું પડશે. 

તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. ટ્વીટ કરીને તેણે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેણે ટ્વીટ કર્યું, “ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. પાકિસ્તાને 2009-2010માં શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સાથે પણ આવું જ કર્યું હતું. મને તેની અપેક્ષા હતી. 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

GoFirst Airwaysને પાકિસ્તાનની એરસ્પેસ ઉપરથી ઉડવાની મંજૂરી આપવી એ સંબંધોમાં સુધારની નિશાની હતી, પરંતુ અફસોસ, એવું થવાનું નથી.” જણાવી દઈએ કે, 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી, જેના કારણે કાશ્મીરનો 11 વર્ષ બાદ UAE સાથે સીધો સંપર્ક થયો હતો. 14 ફેબ્રુઆરી 2009ના રોજ, એર ઈન્ડિયા એક્સપ્રેસે શ્રીનગર અને દુબઈ વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરી. આ પછી ગો ફર્સ્ટની સેવા શ્રીનગરથી શરૂ કરવામાં આવી છે.

Next Article