AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan ની અભિનેત્રીએ કહ્યું- PM મોદી સામે કેસ નોંધાવો છે, દિલ્હી પોલીસે એવો જવાબ આપ્યો કે બોલતી થઈ ગઈ બંધ

જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. જેના કારણે પાકિસ્તાન સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.

Pakistan ની અભિનેત્રીએ કહ્યું- PM મોદી સામે કેસ નોંધાવો છે, દિલ્હી પોલીસે એવો જવાબ આપ્યો કે બોલતી થઈ ગઈ બંધ
Pakistani Actress - Sehar Shinwari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 9:16 AM
Share

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે 9 મેના રોજ ઈસ્લામાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે પાકિસ્તાનમાં એક ટ્વિટ વાયરલ થઈ રહી છે, જેમાં પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારી દિલ્હી પોલીસનો નંબર માંગી રહી છે. વાસ્તવમાં, સહર શિનવારીએ ટ્વિટ કર્યું હતું કે તેણે પીએમ મોદી અને ભારતીય ગુપ્તચર એજન્સી RAW વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. તેમના આ ટ્વિટ પર, દિલ્હી પોલીસે મંગળવારે (10 મે) ના રોજ યોગ્ય જવાબ આપ્યો હતો.

શિનવારીએ ટ્વીટ કર્યું કે દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક કોઈને ખબર છે? મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવનારા ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી RAW વિરુદ્ધ મારે ફરિયાદ નોંધાવવી છે. જો ભારતીય અદાલતો સ્વતંત્ર હશે તો મને ખાતરી છે કે ભારતીય સુપ્રીમ કોર્ટ મને ન્યાય આપશે.

ઈન્ટરનેટ બંધ થઈ ગયું છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો

શિનવારીના ટ્વીટના જવાબમાં દિલ્હી પોલીસે કહ્યું કે પાકિસ્તાનમાં હજુ પણ તેમની પાસે અધિકારક્ષેત્ર નથી. દિલ્હી પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે પાકિસ્તાનમાં હજુ પણ અમારી પાસે અધિકારક્ષેત્ર નથી. આ સાથે દિલ્હી પોલીસે સવાલ પૂછ્યો કે જ્યારે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો.

આ પણ વાંચો : કંગાળ છે Pakistan પણ કરોડપતિ છે ઈમરાન ખાન, 600 એકરની જમીન સહિત આ સંપત્તિના માલિક છે પૂર્વ PM

સહરના આ ટ્વિટ પર ઘણા ભારતીય લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. જેના કારણે પાકિસ્તાન સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.

હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા

જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પીટીઆઈના કાર્યકરોએ ઈસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર, કરાચી, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર અને મર્દાન સહિત દેશભરના શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘણી જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી અને આ હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">