
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાને 3 કલાક પણ થયા નથી કે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પોતાનો અસલી સ્વભાવ બતાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુ સંરક્ષણ દળોએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું. વિસ્ફોટોના અવાજ સંભળાય છે.
ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાન આર્મીએ સરકારથી ઉપરવટ જઈને સીઝ ફાયર નું ઉલ્લંઘન કર્યું છે. જોકે હવે એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે આવી સ્થિતિ જ્યારે જ્યારે થાય ત્યારે તખ્તા પલટ થાય છે.
પાકિસ્તાનમાં અત્યાર સુધી ત્રણ મોટા સૈન્ય તખ્તાપલટ થયાં છે, જેમાં દેશની લોકશાહી સરકારોને હટાવીને સેના દ્વારા સત્તા કબ્જે કરવામાં આવી છે.
કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેથી જુલાઈ 1999 દરમિયાન થયેલું એક સશસ્ત્ર સંઘર્ષ હતું. મે 1999માં પાકિસ્તાની ઘુસણખોરીની પુષ્ટિ થયા બાદ યુદ્ધ શરૂ થયું અને 26 જુલાઈ 1999ના રોજ ભારતની વિજય સાથે યુદ્ધ સમાપ્ત થયું. આ તારીખને ‘કારગિલ વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતીય સૈન્યની બહાદુરી અને દેશપ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.
હાલમાં જે પરિસ્થિતિ છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 3 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો.
હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાન સેના સરકારની વાત નથી માની રહી. જોકે આવી સ્થિતિમાં હવે તખ્તાપલટને લઈ ચર્ચાએ જોર પકડયું છે.
Published On - 10:08 pm, Sat, 10 May 25