AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો

ગભરાયેલું અને ડરેલું પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે. ગઈ કાલથી પાકિસ્તાને ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પણ રદ્દ કરી દીધી છે. કોઈનાથી હવે છૂપું નથી રહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો સંબંધ વણસી રહ્યો છે. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે. જેના કારણે કેટલાક મુસાફરો અટારી […]

VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો
| Updated on: Feb 28, 2019 | 10:02 AM
Share

ગભરાયેલું અને ડરેલું પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે. ગઈ કાલથી પાકિસ્તાને ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પણ રદ્દ કરી દીધી છે.

કોઈનાથી હવે છૂપું નથી રહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો સંબંધ વણસી રહ્યો છે. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે. જેના કારણે કેટલાક મુસાફરો અટારી સ્ટેશન પર જ અટવાઈ પડ્યા છે. આશરે 42 જેટલા મુસાફરો હવે અટવાયા છે જેમાંથી 40 પાકિસ્તાની છે અને 2 મુસાફરો ભારતીય છે. ભારત તરફથી તો સમજોતા એક્સપ્રેસ દિલ્હીથી અટારી સ્ટેશન આવી પહોંચી પરંતુ પાકિસ્તાન તરફથી 16 મુસાફરોને લઈને સમજોતા એક્સપ્રેસ આવવાની હતી તેને પાકિસ્તાન તરફથી રદ્દ કરાતા હવે કુલ 58 મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે.

VIDEO:

મહત્ત્વનું છે કે પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. ભારત સરકાર સમજોતા એક્સપ્રેસ ટ્રેનને બંધ કરવા વિચાર કરી રહી હતી પરંતુ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસને આજે રોકી દીધી છે. સવારે 8.45 કલાકે અટારી રેલવે સ્ટેશન પર આ મેસેજ આપવામાં મળ્યો હતો.

ભારત અને લાહોર વચ્ચે આ ટ્રેન હાલ દોડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી એક માત્ર ટ્રેન સમજોતા એક્સપ્રેસ ઉપર પણ હવે સંકટના વાદળો ઘેરાયા છે. આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દિલ્હીથી અટારી થઈને લાહોર જાય છે. વર્ષ ૧૯૭૬માં આ ટ્રેન શરૂ થઈ હતી.

જોકે હવે અટવાયેલા 42 મુસાફરોને અહીંથી મોકલવા માટેના અન્ય વિકલ્પો પર હાલ રેલવે ટીમ વિચારણા કરી રહી છે. ઈમિગ્રેશન ઓફિસર્સ પણ હાલ અટારી રેલવે સ્ટેશન પર હાજર છે અને આ મુસાફરોને બાય રોડ પાકિસ્તાન મોકલવાના વિકલ્પો તપાસી રહી છે.

આ પહેલા જ્યારે સંસદ પર હુમલો થયો હતો ત્યારે સમજોતા એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તેટલા તણાવની સ્થિતિ હોય પરંતુ આવો નિર્ણય નહોતો લેવાયો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
g clip-path="url(#clip0_868_265)">