AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવુ ચુકવવા પાકિસ્તાને કર્યો રોલ, સાઉદી પાસેથી પૈસા લઈને ચુકવી UAEની તગડી લોન, કસમ ખાઈને કહ્યુ હવે મિત્ર દેશો પાસે નહીં માગે કર્ઝ

પાકિસ્તાનના વિદેશ મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે કહ્યુ છે કે સાઉદી અરબ પાસેથી મળેલી નાણાકીય મદદ બાદ હવે પાકિસ્તાન અન્ય મિત્ર દેશો પાસેથી પૈસા નહીં માગે. તેમણે કહ્યુ છે કે સરકાર હવે તેમની આર્થિક જરૂરતો પુરી કરવા માટે કોમર્શિયલ ફાઈનાન્સ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

દેવુ ચુકવવા પાકિસ્તાને કર્યો રોલ, સાઉદી પાસેથી પૈસા લઈને ચુકવી UAEની તગડી લોન, કસમ ખાઈને કહ્યુ હવે મિત્ર દેશો પાસે નહીં માગે કર્ઝ
| Updated on: Apr 28, 2026 | 7:06 PM
Share

પાકિસ્તાન હાલમાં ભયંકર આર્થિક સંકટ અને વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાને તેના મિત્ર દેશ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ને આશરે 3.45 બિલિયન ડોલરનું દેવું ચૂકવી દીધું છે. આ મોટી રકમ ચૂકવવી પાકિસ્તાન માટે એક સમયે અશક્ય લાગતી હતી, પરંતુ સાઉદી અરબ દ્વારા મળેલી સમયસરની આર્થિક સહાયને કારણે આ દેવું ચૂકવવામાં સફળતા મળી છે.

સાઉદી અરબની આર્થિક મદદ અને UAEનું દબાણ સ્ત્રોતો અનુસાર, સાઉદી અરબે પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણ ભંડારને ટેકો આપવા માટે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં 3 બિલિયન ડોલર જમા કરાવ્યા છે. આ રકમ બે હપ્તામાં મળી હતી. 15 એપ્રિલ 2026ના રોજ 2 બિલિયન ડોલર અને 21 એપ્રિલના રોજ 1 બિલિયન ડોલર. આ ભંડોળ મળતા જ પાકિસ્તાને UAE ના 3.45 બિલિયન ડોલર પરત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે UAE એ પાકિસ્તાન પર તેનું જૂનું દેવું અને ડિપોઝિટ તાત્કાલિક પાછી આપવા માટે દબાણ કર્યું હતું.

‘મિત્ર દેશો’ પાસેથી હવે લોન નહીં લેવાની પાકિસ્તાનની ‘કસમ’

આ ઘટનાક્રમ બાદ પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સાઉદી અરબ પાસેથી મળેલી મદદ બાદ હવે પાકિસ્તાન અન્ય કોઈ મિત્ર દેશો પાસેથી વધારાનું દેવું માંગવાની યોજના ધરાવતું નથી. પાકિસ્તાન હવે દ્વિપક્ષીય ધિરાણ ને બદલે કોમર્શિયલ ફાઇનાન્સિંગ તરફ વળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સરકાર પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે હવે આંતરરાષ્ટ્રીય બજારો અને વ્યાપારી સ્ત્રોતો પર નિર્ભર રહેવા માંગે છે

પાકિસ્તાન ચાર વર્ષના લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય મૂડી બજારમાં પરત ફર્યું છે અને તેણે તાજેતરમાં 500 મિલિયન ડોલરના યુરોબોન્ડ જારી કર્યા છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, આ પગલું રોકાણકારોનો પાકિસ્તાની અર્થવ્યવસ્થા પર વધતો વિશ્વાસ દર્શાવે છે. આ ઉપરાંત, પાકિસ્તાનને આવતા મહિને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસેથી 1.2 બિલિયન ડોલરનો હપ્તો મળવાની પણ અપેક્ષા છે. પ્રાદેશિક યુદ્ધની સ્થિતિ છતાં, સરકારે દેશમાં ખાદ્ય સુરક્ષા કે ખાતરની અછત હોવાનો ઇનકાર કર્યો છે.

“ભારત પહેલેથી હિંદુ રાષ્ટ્ર છે એ વાસ્તવિક્તા છે, તો ઘોષિત કરવાની જરૂર નથી…” – મોહન ભાગવત

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">