પાકિસ્તાને UNમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો વળતો જવાબ

|

Sep 24, 2022 | 11:02 AM

પાકિસ્તાનના વડાપ્રધાન (Pakistan PM) શાહબાઝ શરીફના (Shahbaz Sharif) આરોપ બાદ ભારતે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર પર બોલતા પહેલા પાકિસ્તાને ઈસ્લામાબાદથી 'સીમા પાર આતંકવાદ' બંધ કરવો જોઈએ.

પાકિસ્તાને UNમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો વળતો જવાબ
ભારતીય મુખ્ય રાજદૂત મિજિતો વિનિટો
Image Credit source: ANI

Follow us on

ભારતે (India) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UN) પાકિસ્તાનને તેની જ અંદાજમાં જવાબ આપ્યો છે. ભારતના મુખ્ય રાજદૂત મિજિતો વિનિતોએ ભારત તરફથી આ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે ભારત પર ખોટા આરોપો લગાવતા પહેલા પાકિસ્તાને પોતાના દેશની હાલત જોવી જોઈએ. ભારતે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) પર બોલતા પહેલા પાકિસ્તાને ઈસ્લામાબાદથી ‘સીમા પાર આતંકવાદ’ બંધ કરવો જોઈએ. મિજિતો વિનિતોએ આ જવાબ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘રાઈટ ઓફ રિપ્લાય’નો ઉપયોગ કર્યો છે. મિજિતો વિનિતોએ કહ્યું, ‘જ્યારે પાકિસ્તાનમાં દલિત સમુદાયની હજારો મહિલાઓનું ઈરાદાપૂર્વક અપહરણ કરવામાં આવે છે, ત્યારે આવી માનસિકતા પર આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ.’

મિજિતો વિનિતોએ વધુમાં કહ્યું કે આ વાત ખૂબ જ દુઃખદ છે કે પાકિસ્તાનના વડાપ્રધાને આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારત પર ખોટા આરોપો લગાવવા કર્યો છે. પાકિસ્તાવવા વડાપ્રધાને આવું એટલા માટે કર્યું કે તે પોતાના દેશમાં બની રહેલી ઘટનાઓને ઢાંકી શકે અને ભારત સામેના તેના વર્તનને યોગ્ય ઠેરવી શકે, જે આખી દુનિયાને સ્વીકાર્ય નથી.’ મિજિતો વિનિતોએ આતંકવાદ પર પણ પાકિસ્તાનની ટીકા કરી અને કહ્યું, ‘એક દેશ જે તેના પાડોશીઓ સાથે શાંતિ ઈચ્છતા હોવાના દાવા કરે છે. તે ક્યારેય સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન નથી આપતુ અને ન તો મુંબઈ આતંકવાદી હુમલાના યોજનાકારોને આશ્રય આપે છે.’

અગાઉ પણ ભારત પર ખોટા આરોપો લગાવ્યા હતા

આ જવાબ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતુ કે પાકિસ્તાન ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા કાશ્મીર મુદ્દાના યોગ્ય અને કાયમી ઉકેલ પર નિર્ભર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધતા શરીફે દાવો કર્યો હતો કે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને બદલવાના ભારતના “ગેરકાયદેસર અને એકપક્ષીય” પગલાએ શાંતિની સંભાવનાઓને વધુ નબળી બનાવી છે અને પ્રાદેશિક તણાવ ભડક્યો છે. .

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બંને દેશો પાસે આધુનિક શસ્ત્રો: પાક

શાહબાઝ શરીફે શરીફે કહ્યું, અમે ભારત સહિત અમારા તમામ પડોશીઓ સાથે શાંતિ ઈચ્છીએ છીએ. દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ અને સ્થિરતા જમ્મુ અને કાશ્મીર મુદ્દાના યોગ્ય અને કાયમી ઉકેલ પર નિર્ભર છે. શરીફે કહ્યું, મને લાગે છે કે આ યોગ્ય સમય છે જ્યારે ભારતે આ સંદેશને સ્પષ્ટ રીતે સમજવો જોઈએ કે બંને દેશો હથિયારોથી સજ્જ છે. યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી. માત્ર શાંતિપૂર્ણ સંવાદ જ આ મુદ્દાઓને હલ કરી શકે છે જેથી કરીને આવનારા સમયમાં વિશ્વ વધુ શાંતિપૂર્ણ બને.

Next Article