Pakistan news : પાકિસ્તાને માણસાઈ પણ મૂકી નેવે, રસ્તા વચ્ચે મહિલાઓના કપડાં ઉતારીને ફટકાર્યા ડંડા

|

Dec 08, 2021 | 1:19 PM

પાકિસ્તાનમાં ફરી એકવાર ટોળાનો આતંક જોવા મળ્યો છે. અહીં કેટલાક પુરુષોએ ચાર મહિલાઓને ખૂબ માર માર્યો હતો. તેમના કપડા પણ રસ્તા વચ્ચે કાઢી નાખવામાં આવ્યા હતા.

Pakistan news : પાકિસ્તાને માણસાઈ પણ મૂકી નેવે, રસ્તા વચ્ચે મહિલાઓના કપડાં ઉતારીને ફટકાર્યા ડંડા
File photo

Follow us on

Women Assaulted in Pakistan: પાકિસ્તાનના (pakistan) પંજાબ(Punjab) પ્રાંતમાં એક ખૂબ જ નિંદનીય ઘટના સામે આવી છે. અહીં રસ્તા વચ્ચે 15-20 મુસ્લિમ પુરુષોએ ચાર મહિલાઓના કપડાં ફાડી નાખી લાકડીઓ વડે માર માર્યો હતો. આ પછી આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલો પાકિસ્તાનની સ્થાનિક બજારનો છે.

આ મહિલાઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે એક દુકાનમાંથી પાણી માંગ્યું. જે બાદ દુકાનદારે તેના પર ચોરીનો આરોપ લગાવ્યો. ત્યારબાદ તેઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

પીડિતોએ પોલીસને જણાવ્યું કે કેટલાક શખ્સોએ તેમનો પીછો કરીને દુકાનની બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમના કપડા ઉતારી લેવામાં આવ્યા અને સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે દુકાનના માલિક ત્યાં કામ કરતા ત્રણ લોકો અને અન્ય એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. દુકાનના માલિકે પોલીસને જણાવ્યું હતું કે દુકાનમાંથી ચોરી કર્યા બાદ મહિલાઓએ જાતે જ પોતાના કપડા ઉતાર્યા હતા.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

શ્રીલંકાના નાગરિકની હત્યા
આ ઘટના માત્ર પાકિસ્તાનમાં માનવતા ખતમ થવાની સાક્ષી નથી. તેના બદલે થોડા દિવસો પહેલા આ જ પ્રાંતના સિયાલકોટમાં શ્રીલંકાના એક નાગરિકને માર મારવામાં આવ્યો હતો અને પછી તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. તેમની ઘાતકી હત્યાની ઘટના માત્ર પાકિસ્તાન અને શ્રીલંકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી હતી.

આ ઘટના તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP)ના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. આ પાકિસ્તાનનું ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન છે. જેને સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. પરંતુ તેણે દેશમાં એવો હંગામો મચાવ્યો કે સરકારે દબાણમાં આવીને તેના પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.

ઈમરાન ખાને શું કહ્યું?
આ ઘટના પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) કહ્યું કે તેમની સરકાર ધર્મના નામે ટોળાની હિંસા સહન કરશે નહીં અને તેના માટે જવાબદાર લોકોને પણ છોડશે નહીં. પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ગયા અઠવાડિયે નિંદાના આરોપમાં હત્યા કરાયેલી શ્રીલંકાના નાગરિક પ્રિયંતા કુમારા માટે વડા પ્રધાનના કાર્યાલયમાં તેઓ શોકસભાને સંબોધિત કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Delhi Air Pollution: સતત ત્રીજા દિવસે દિલ્લીવાસીઓને મળી રાહત ! AQI ઘટીને 235 પર આવી ગયો

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોનના ભય વચ્ચે WHOએ આપી યુરોપની ચેતવણી, ‘5 થી 14 વર્ષની વયના બાળકોમાં વધ્યું સંક્ર્મણ

Published On - 12:26 pm, Wed, 8 December 21

Next Article