ડ્રેગન સાથે દોસ્તી પાકિસ્તાન-શ્રીલંકાને ભારે પડી, ક્યાંક રાજકીય ઉથલપાથલ તો ક્યાંક આર્થિક સંકટ

|

Apr 05, 2022 | 9:48 AM

China Debt Trap: દક્ષિણ એશિયામાં ચીનનું ધિરાણ 4.7 અબજ ડોલરથી વધીને 40 અબજ ડોલર થયું છે.

ડ્રેગન સાથે દોસ્તી પાકિસ્તાન-શ્રીલંકાને ભારે પડી, ક્યાંક રાજકીય ઉથલપાથલ તો ક્યાંક આર્થિક સંકટ
PM Imran khan and Xi Jinping (File Photo)

Follow us on

નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા  (Sher Bahadur Deuba) ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનૌપચારિક રીતે માર્ચના અંતમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની કાઠમંડુની (Kathmandu) મુલાકાત દરમિયાનની વાતચીત શેર કરી હતી. નેપાળના PM એ કહ્યું કે, નેપાળની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગે કહ્યું હતુ કે તેમનો દેશ માત્ર બેઇજિંગ (Beijing)પાસેથી અનુદાન સ્વીકારી શકે છે,પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લોન નહીં. ઉલ્લેખનીય છે કે વાંગની કાઠમંડુની મુલાકાત દરમિયાન બેલ્ટ રોડ ઇનિશિયેટિવ (BRI) સંબંધિત એક પણ કરાર પર હસ્તાક્ષર થઈ શક્યા નહોતા.

દક્ષિણ એશિયામાં ચીનની ક્રેડિટ 4.7 અબજ ડોલરથી વધીને 40 અબજ ડોલર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દેઉબાના નેતૃત્વમાં નેપાળે ચીનના દેવાની જાળમાંથી બચવાનો નિર્ણય લીધો છે. નેપાળ જોઈ રહ્યું છે કે, ચીનના બે સહયોગી ગણાતા પાકિસ્તાન અને શ્રીલંકામાં કેવું રાજકીય સંકટ ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાનના બાહ્ય દેવામાં ચીનનો હિસ્સો 10 ટકા છે. બંને દેશો વચ્ચેના સંબંધો હવે એટલા સૌહાર્દપૂર્ણ દેખાતા નથી, કારણ કે પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે.તેમજ ઈમરાન ખાન અને તેના સહયોગીઓના રૂપમાં ચાલી રહેલી સરકારએ તમામ લોકતાંત્રિક સંસ્થાઓને અસુરક્ષિત બનાવી દીધી છે.

ચીનના દેવામાં ફસાયુ શ્રીલંકા

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શ્રીલંકાની (Sri lanka) સ્થિતિ અલગ નથી અને આ વખતે તેમની પાસે ભારતને જવાબદાર ઠેરવવાની કોઈ તક નથી. દેશ ઇંધણ અને તેલ ખરીદવા માટે વિદેશી ભંડાર ખતમ થવાના આરે છે. શ્રીલંકાની આ સ્થિતિ પાછળ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જવાબદાર છે, જેમણે ચીન પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લઈને દેશની અર્થવ્યવસ્થા પર દબાણ કર્યું છે. આ બધી લોન તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના નામે લીધી હતી. પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ જોતા માલદીવ, નેપાળ અને બાંગ્લાદેશને વિચારવાની ફરજ પડી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ચીન પણ ચિંંતિત થયુ

શ્રીલંકાની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે. ઇમરાનની (Imran Khan) સત્તા બચાવવાની ઇચ્છાએ પહેલાથી ચાલી રહેલી અર્થવ્યવસ્થાને વધુ ભૂંસી નાખી છે. ઈમરાન અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવીને લોકોનું સમર્થન મેળવવા માંગે છે. જોકે, ઈમરાનના અમેરિકાના આક્રોશ બાદ પણ ચીનનું ટેન્શન વધી ગયું છે, કારણ કે તે પોતાના બીઆરઆઈ પ્રોજેક્ટને (BRI Project) લઈને ચિંતા કરી રહ્યું છે, જે જોખમમાં આવી શકે છે. આ સિવાય ચીન પણ ચિંતિત છે કે તે પાકિસ્તાનને આપેલી અબજો ડોલરની લોન કેવી રીતે વસૂલ કરશે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે છેલ્લા બે દાયકામાં પાકિસ્તાન અને શ્રીલંકાએ જે રીતે ચીન તરફ પોતાનો ઝુકાવ જમાવ્યો છે, તેનો માર પણ તેમને સહન કરવાનો વારો આવ્યો છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : Pakistan: સંસદ ભંગ કરવા પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી, ચીફ જસ્ટિસે ઉપરાષ્ટ્રપતિના અધિકાર પર ઉઠાવ્યા સવાલ

Next Article