Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: PM પદ છોડ્યા બાદ ઈમરાન ખાને વિપક્ષ પર કર્યો હુમલો, કહ્યું- ભ્રષ્ટ નેતાઓ તેમના કેસ દૂર કરવા સત્તા ઈચ્છે છે

પાકિસ્તાનમાં ચાલી રહેલી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે, કાર્યવાહક વડાપ્રધાન ઇમરાન ખાને આજે કહ્યું કે, તેઓ લોકોના પ્રશ્નોના જવાબ આપવા આવ્યા છે. વિપક્ષ પર આરોપ લગાવતા ખાને કહ્યું કે વિપક્ષ સાડા ત્રણ વર્ષથી ખોટા આરોપો લગાવી રહ્યો છે.

Pakistan: PM પદ છોડ્યા બાદ ઈમરાન ખાને વિપક્ષ પર કર્યો હુમલો, કહ્યું- ભ્રષ્ટ નેતાઓ તેમના કેસ દૂર કરવા સત્તા ઈચ્છે છે
Imran Khan - File PhotoImage Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:57 PM

પાકિસ્તાન (Pakistan)માં રાજકીય સંકટ સતત ઘેરાઈ રહ્યું છે. વડાપ્રધાન પદ છોડ્યા બાદ ઈમરાન ખાને (Imran Khan) સોમવારે ફરી એકવાર પાકિસ્તાનની જનતા સાથે મુલાકાત કરી. ઈમરાન ખાને કહ્યું હતું કે દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે તેઓ લોકોના સવાલોના જવાબ આપવા આવ્યા છે. વિપક્ષ પર આરોપ લગાવતા ખાને કહ્યું કે, વિપક્ષ સાડા ત્રણ વર્ષથી ખોટા આરોપો લગાવી રહ્યો છે. ઈમરાન ખાને જનતા સાથેની વાતચીતમાં કહ્યું કે વિપક્ષ હંમેશા ફિક્સ મેચ (Fix match) રમ્યો છે. વિપક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ છે. તેઓ તેમના કેસ દુર કરવા માટે સત્તા ઈચ્છે છે.

વિપક્ષ ચૂંટણીથી ભાગી રહ્યો છે – ઈમરાન

ખાને કહ્યું કે, વિપક્ષ લાંબા સમયથી ચૂંટણી કરાવવા માંગે છે. હવે મેં ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે વિપક્ષ ચૂંટણીથી ભાગી રહ્યો છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે તે રેડ ઝોનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરશે અને પોતે જનતા સાથે વિરોધ કરવા ઉતરશે. તેમણે કહ્યું કે હવેથી તેઓ એવા લોકોને જ ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે જેમના મનમાં દેશને આગળ લઈ જવાનો વિચાર હશે. તેણે લોકોને પૂછ્યું કે શું સારું છે? જે લોકોએ મત આપ્યા છે તેમની પાસે જવું કે બહારનું ષડયંત્ર રચીને સત્તામાં આવવું.

વિપક્ષનો વિરોધ કરશે – ઈમરાન

જણાવી દઈએ કે, ઈમરાન ખાને આજે ઈસ્લામાબાદના રેડ ઝોનની બહાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે રાત્રે ઈસ્લામાબાદમાં વિપક્ષ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. વિદેશી શક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચી રહેલા દેશના ગદ્દારો વિરુદ્ધ આ પ્રદર્શન હશે. ખાને કહ્યું, ‘મેં રાજકારણમાં 26 વર્ષ પૂરા કર્યા છે. મેં એક વાત નોંધી છે કે, જ્યાં સુધી સંસદમાં દેશ વિશે વિચારનારા લોકો ન હોય ત્યાં સુધી પાકિસ્તાન પ્રગતિ કરી શકે નહીં.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

પાકિસ્તાનમાં એક દિવસના રાજકીય ઉથલપાથલ બાદ રવિવારે સાંજે ઈમરાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા. રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલી ભંગ કર્યા બાદ ઈમરાન ખાનને રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">