PAKએ ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, 370 હટાવવાનો ઉલ્લેખ, શાંતિનો પણ રાગ આલાપ્યો

|

Sep 24, 2022 | 7:47 AM

પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર કાશ્મીરીઓ પર "જુલમ" કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ભારત સરકારના નિર્ણયોથી પ્રદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે કાશ્મીરમાં સેનાની તૈનાતી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કાશ્મીર દુનિયાનો સૌથી મોટો સેના તૈનાત વિસ્તાર બની ગયો છે.

PAKએ ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, 370 હટાવવાનો ઉલ્લેખ, શાંતિનો પણ રાગ આલાપ્યો
Shahbaz-Sharif Pakistan PM (File)
Image Credit source: File Image

Follow us on

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે (PM Shahbaz Sharif) સંયુક્ત રાષ્ટ્રીય મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો (Jammu Kashmir) નારા લગાવ્યો છે. તેમણે એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પણ કલમ 370નો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારત સરકારની ટીકા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ફરી પુનરોચ્ચાર કર્યો કે તેઓ ભારત સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ સ્વ-ઘોષિત કાશ્મીર મુદ્દાને ઉકેલવાની શરત મૂકી. સંયુક્ત રાષ્ટ્રમાં પ્રાદેશિક મુદ્દાઓ પર વાત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે શાંતિ ઈચ્છે છે.

તેમણે કહ્યું કે “દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા જમ્મુ અને કાશ્મીર વિવાદના ન્યાયી અને કાયમી ઉકેલ પર નિર્ભર છે.” તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય વિવાદ હોવા છતાં ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ “એકપક્ષીય કાર્યવાહી” કરી. તેમણે ભારતના આ નિર્ણયને ક્ષેત્રીય તણાવ ઉશ્કેરનાર ગણાવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર કાશ્મીરીઓ પર “જુલમ” કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ભારત સરકારના નિર્ણયોથી પ્રદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે કાશ્મીરમાં સેનાની તૈનાતી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કાશ્મીર દુનિયાનો સૌથી મોટો સેના તૈનાત વિસ્તાર બની ગયો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પાકિસ્તાનની નાણાકીય કટોકટી

આ સિવાય શાહબાઝ શરીફે પોતાના દેશનો ઉલ્લેખ કર્યો, જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી પૂરના કારણે તબાહી મચી ગઈ છે. પૂરના કારણે પાકિસ્તાનને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. “આપણો દેશ જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે તે કોઈપણ શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે,” તેમણે દેશમાં આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે બાળકો અને મહિલાઓ સહિત લગભગ 35 કરોડ લોકો મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભયંકર પૂરમાં 1500 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 400થી વધુ બાળકો પણ સામેલ હતા. તેમણે કહ્યું કે વધુ લોકો રોગ અને કુપોષણના જોખમનો સામનો કરી રહ્યા છે.

Next Article