AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: પાકિસ્તાનની સંસદ 9 ઓગસ્ટે થશે ભંગ, કોણ બનશે કાર્યકારી વડાપ્રધાન?

પાકિસ્તાની મીડિયા અનુસાર ખ્વાજા આસિફે કહ્યું કે, ચાર દિવસ પહેલા કામચલાઉ વડાપ્રધાન માટે પીપલ્સ પાર્ટીની બેઠક યોજાઈ હતી, બેઠકમાં ચારથી પાંચ નામો પર સહમતિ થઈ હતી. ચર્ચા બાદ નામો નેતૃત્વ પાસે જશે.

Pakistan: પાકિસ્તાનની સંસદ 9 ઓગસ્ટે થશે ભંગ, કોણ બનશે કાર્યકારી વડાપ્રધાન?
Parliament of Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 5:44 PM
Share

Pakistan: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવવાનું નક્કી થઈ ગયુ છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે એક મોટી જાહેરાત કરી છે અને તેમને કહ્યું કે નેશનલ એસેમ્બલીને (Parliament of Pakistan) ભંગ કરવાની તારીખ 9 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. કામચલાઉ વડાપ્રધાન માટે 4થી 5 નામ પર સહમતિ બની છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાન આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યુ છે અને સમય પહેલા જ ચૂંટણી કરાવવામાં આવશે.

પાકિસ્તાની મીડિયા અનુસાર ખ્વાજા આસિફે કહ્યું કે, ચાર દિવસ પહેલા કામચલાઉ વડાપ્રધાન માટે પીપલ્સ પાર્ટીની બેઠક યોજાઈ હતી, બેઠકમાં ચારથી પાંચ નામો પર સહમતિ થઈ હતી. ચર્ચા બાદ નામો નેતૃત્વ પાસે જશે. રક્ષા મંત્રીનું કહેવું છે કે કામચલાઉ વડાપ્રધાન માટે જે નામ આપવામાં આવ્યા છે તે પ્રતિષ્ઠા ધરાવતા સામાન્ય નાગરિકો છે. એક રાજકારણ સાથે સંબંધિત છે, જ્યારે એક વ્યક્તિત્વને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાનમાં કામચલાઉ સરકારની રચનાના 90 દિવસની અંદર ચૂંટણી યોજાશે. જો વર્તમાન ગૃહે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોત તો 60 દિવસમાં ચૂંટણી યોજાઈ હોત.

આ પણ વાંચો: બ્રિટનમાં દરરોજ 1000 બેંક ખાતા બંધ થઈ રહ્યા છે, 8 વર્ષમાં આટલા લાખ ખાતા બંધ, જાણો કારણ

અહીં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વાપસીની તૈયારીઓ લગભગ શરૂ થઈ ગઈ છે અને તેઓ યુરોપથી પરત ફર્યા બાદ લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાન પરત ફરવાની તારીખ અને રણનીતિ જાહેર કરશે. નવાઝ શરીફ આગામી 48 કલાકમાં લંડન પરત ફરશે, જ્યાં તેઓ ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ વ્યૂહરચના ઘડશે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

નવાઝ શરીફ સામાન્ય ચૂંટણી સંબંધિત તમામ પ્લાનિંગ કરી રહ્યા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવાઝ શરીફ તેમના વતન પરત ફરવા પર લાહોરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં પાર્ટી તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. નવાઝ શરીફ પોતે ચૂંટણી સંબંધિત તમામ આયોજન કરી રહ્યા છે અને પાર્ટીમાં કયા નેતાને જવાબદારી સોંપવામાં આવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. તે જ સમયે, વડાપ્રધાન શાહબાઝ શરીફે પહેલેથી જ કહ્યું હતું કે સહયોગીઓ સાથે ચર્ચા કરીને 12 ઓગસ્ટ પહેલા નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ આગામી ચૂંટણીની તારીખ જાહેર કરશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">