AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાનમાં દીકરીએ જ ગોળી મારીને કરી પિતાની હત્યા, ત્રણ મહિનાથી તેના પર કરતો હતો બળાત્કાર

મામલો પાકિસ્તાનના લાહોરના ગુર્જરપુરાનો છે. પોલીસ પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તેનો પિતા તેના પર ત્રણ મહિનાથી બળાત્કાર કરી રહ્યો હતો અને તેના કારણે તેણે તેના પિતાનો જીવ લીધો હતો. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ કાઝમીએ જણાવ્યું કે, યુવતીની હાલત ગંભીર હતી. તેનું જીવન નરક બની ગયું હતું.

Pakistan News: પાકિસ્તાનમાં દીકરીએ જ ગોળી મારીને કરી પિતાની હત્યા, ત્રણ મહિનાથી તેના પર કરતો હતો બળાત્કાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 3:41 PM
Share

પાકિસ્તાનમાં (Pakistan) એક દીકરીએ પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી. આ મામલો કથિત રીતે બળાત્કારનો છે. આરોપ છે કે તેના પિતા તેના પર ત્રણ મહિનાથી બળાત્કાર કરતો હતો. એક દિવસ અચાનક દીકરીએ તેને ગોળી મારી દીધી, જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પંજાબ પ્રાંતની પોલીસે (Police) આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

તેનું જીવન નરક બની ગયું હતું

મામલો પાકિસ્તાનના લાહોરના ગુર્જરપુરાનો છે. પોલીસ પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તેના પિતા તેના પર ત્રણ મહિનાથી બળાત્કાર કરી રહ્યો હતો અને તેના કારણે તેણે તેના પિતાનો જીવ લીધો હતો. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ કાઝમીએ જણાવ્યું કે, યુવતીની હાલત ગંભીર હતી. તેનું જીવન નરક બની ગયું હતું. આખરે તેણે તેના પિતાની હત્યા કરવાનું નક્કી કર્યું.

પિતાને ફાંસીની સજા સંભળાવી હતી

પોલીસ અધિકારી સોહેલ કાઝમીએ કહ્યું કે, છોકરીએ તેના પિતાની બંદૂકથી જ ગોળી મારી હતી. તેણે જણાવ્યું કે બાળકીના પિતાનું ત્યાં જ ગોળી વાગવાથી મોત થયું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તાજેતરમાં જ પાકિસ્તાનની એક કોર્ટે સગીર પુત્રી પર બળાત્કાર કરવા બદલ પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.

10 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો

બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. લાહોરની સેશન્સ કોર્ટના જસ્ટિસ મિયા શાહિદ જાવેદે મોહમ્મદ રફીકને ફાંસીની સજા સંભળાવી હતી. ઓગસ્ટ મહિનામાં એક વ્યક્તિએ તેની 10 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચો : Pakistan News: કંગાળ નહીં, હવે પાકિસ્તાનમાં અતિ ખરાબ છે સ્થિતિ, 40 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવવા મજબૂર

આરોપી પિતા દેશ છોડીને ભાગી ગયો

સગીરનું મોત થયું હતું અને ત્યાર પછીથી તે ગાયબ હતો. પોલીસ તેને સતત શોધી રહી હતી. બાદમાં આરોપી પિતા દેશ છોડીને ભાગી ગયો હતો. પાકિસ્તાન પોલીસ તેને વિદેશોમાં પણ શોધી રહી છે. પોલીસે આ કેસમાં 3 લોકોને આરોપી બનાવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં એક 19 વર્ષની પુત્રીએ તેના 65 વર્ષીય પિતાની ગોળી મારીને હત્યા કરી હતી. પિતાની સંમતિ વિના લગ્ન કર્યા બાદ પિતાએ પોલીસમાં પતિ પર પુત્રીના અપહરણનો આરોપ લગાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">