Pakistan News: સેનાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને હાઇજેક કર્યું? આ કાયદાઓ પર વિવાદથી થયો ખુલાસો

સંસદે બે બિલ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો. બંધારણીય નિયમો અનુસાર, બિલ પોતે જ કાયદા બની ગયા છે. રાષ્ટ્રપતિ અલ્વીએ સંસદ દ્વારા પસાર કરાયેલા બે બિલને પાસ કરવાનો ઇનકાર કર્યો હતો.

Pakistan News: સેનાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને હાઇજેક કર્યું? આ કાયદાઓ પર વિવાદથી થયો ખુલાસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 3:40 PM

પાકિસ્તાનમાં (Pakistan) રાષ્ટ્રપતિ અને સરકાર વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિવાદ બે કાયદાથી શરૂ થયો છે. સંસદે બે બિલ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો. બંધારણીય નિયમો અનુસાર, બિલ પોતે જ કાયદા બની ગયા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદ દ્વારા પસાર કરાયેલા બે બિલને પાસ કરવાનો ઇનકાર કર્યો હતો.

રાષ્ટ્રપતિએ મંજૂર કરવાનો ઇનકાર કર્યો

સરકારે બે કાયદામાં સુધારો કરીને દેશ અને સેના વિરુદ્ધ કામ કરનારાઓને આકરી સજાની જોગવાઈ કરી છે. પાકિસ્તાનના કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિના પગલાને ગેરબંધારણીય ગણાવ્યો છે. બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ બિલને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઈમરાનના સમર્થક રાષ્ટ્રપતિએ મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આરિફ અલ્વીએ પોતે સોશિયલ મીડિયા સાઇટ X (ટ્વિટર) પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અલ્લાહ મને જોઈ રહ્યો છે. મેં ઓફિશિયલ સિક્રેટ એમેન્ડમેન્ટ બિલ-2023 અને પાકિસ્તાન આર્મી એમેન્ડમેન્ટ બિલ-2023 પર હસ્તાક્ષર કર્યા નથી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું આ કાયદાઓ સાથે સહમત નથી. મેં મારા સ્ટાફને બિલને પરત કરવા કહ્યું, પરંતુ આજે મને ખબર પડી કે મારા સ્ટાફે મારા આદેશોનું પાલન કર્યું નથી.

પાકિસ્તાનના બંધારણમાં શું નિયમો છે?

પાકિસ્તાનના કાયદા મંત્રાલયનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પાસે બે વિકલ્પ છે. તેઓ અવલોકન અથવા સૂચન સાથે બિલોને સંસદમાં પાછા મોકલે અન્યથા તેઓ મંજૂર કરે. રાષ્ટ્રપતિએ આ બંને નિયમોનું પાલન કર્યું નથી. પાકિસ્તાનનું બંધારણ એવી જોગવાઈ કરે છે કે જો રાષ્ટ્રપતિ 10 દિવસની અંદર કોઈપણ બિલ પર હસ્તાક્ષર ન કરે અથવા તેને અવલોકનો અથવા સૂચનો સાથે સંસદમાં પાછું ન મોકલે અને બિલ રાષ્ટ્રપતિ પાસે રહે તો તે આપોઆપ કાયદો બની જાય છે.

આ પણ વાંચો : Pakistan News : પાકિસ્તાનના પૂર્વ માનવાધિકાર મંત્રીની પુત્રીની ધરપકડ, માતાએ ધરપકડને અપહરણ ગણાવ્યું

તેથી જ રાષ્ટ્રપતિએ તેમના સ્ટાફને આ બિલો પાછા મોકલવાનું કહ્યું હતું પરંતુ સ્ટાફે તેમ કર્યું ન હતું. તેના પરથી સમજી શકાય છે કે રાજકીય રીતે મજબૂત સેના રાષ્ટ્રપતિની ઓફિસની પણ સુરક્ષા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">