Pakistan News: પાકિસ્તાનમાં બે સ્થળોએ 3 આત્મઘાતી હુમલા, 59 લોકોના મોત, વિસ્ફોટોને કારણે મસ્જિદ પડી ભાંગી, શું છે સ્થિતિ જાણો વિગતવાર
પાકિસ્તાનમાં બે સ્થળોએ 3 આત્મઘાતી હુમલાની ઘાટના સામે આવી છે. પ્રથમ વિસ્ફોટ બલૂચિસ્તાનમાં એક મસ્જિદની બહાર કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરમાં કરવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી મસ્જિદ ધરાશાયી થઈ ગઈ. હજુ પણ 30 થી 40 લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.

શુક્રવારે બે જગ્યાએ ત્રણ આત્મઘાતી હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું હતું. પહેલો બ્લાસ્ટ બલૂચિસ્તાનમાં એક મસ્જિદની બહાર કરવામાં આવ્યો હતો, જેમાં ડીએસપી સહિત 52 લોકો માર્યા ગયા હતા જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે લોકો મસ્જિદની બહાર એકઠા થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં આ વિસ્ફોટનો પડઘો હજુ શમ્યો ન હતો કે ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરમાં એક પછી એક બે વિસ્ફોટ થયા. પહેલો ધડાકો મસ્જિદમાં જ્યારે બીજો વિસ્ફોટ પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી મસ્જિદ ધરાશાયી થઈ ગઈ. 30 થી 40 લોકો હજુ પણ મસ્જિદના કાટમાળ નીચે દટાયેલા છે. અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે.
તહરીક-એ-તાલિબાને હુમલાનો ઇનકાર કર્યો હતો
બલૂચિસ્તાનના આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPએ પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણીનો ઈન્કાર કર્યો છે. સતત ત્રણ વિસ્ફોટો બાદ સમગ્ર પાકિસ્તાનમાં ઈદ-એ-મિલાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુમલા બાદ બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ સમગ્ર પ્રાંતમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે.
વિદેશી દળોની મદદથી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે – જાન અચકઝાઈ
બલૂચિસ્તાનના કાર્યવાહક માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે, આપણા દુશ્મનો વિદેશી દળોની મદદથી દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. બલૂચિસ્તાનમાં ધાર્મિક સ્થળોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવા હુમલાઓને સહન કરવામાં આવશે નહીં. બલૂચિસ્તાનના મંત્રીઓ અને નેતાઓએ હુમલાની નિંદા કરી છે.
આ પણ વાંચો : લો બોલો ! પાકિસ્તાનીઓ ઉમરાહના નામે જાય છે સાઉદી અરેબિયા, પછી બની જાય છે ખિસ્સાકાતરૂ !
ઘાયલોને સરકાર સારવાર આપશે
પાકિસ્તાનમાં પહેલો બ્લાસ્ટ બલૂચિસ્તાનના મસ્તુંગ શહેરમાં થયો હતો. આ બ્લાસ્ટમાં ડીએસપી નવાઝ ગિશકોરી સહિત 52 લોકોના મોત થયા હતા. આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું કે બ્લાસ્ટ ડીએસપીની કાર પાસે થયો હતો. જિયો ન્યૂઝ અનુસાર, બલૂચિસ્તાનના કાર્યકારી માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે તમામ ઘાયલોને સારી સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો ઘાયલોને કરાચી ખસેડવામાં આવશે અને તમામ ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર સંપૂર્ણપણે ઉઠાવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો