AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: માત્ર એક દિવસ બાકી, આવતીકાલે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન

પાકિસ્તાની વડાપ્રધાન તેમની સરકારને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે એવા અહેવાલો પણ છે કે તેમની સરકારના ગઠબંધન ભાગીદારો હવે વિપક્ષ તરફ વળ્યા છે અને પીટીઆઈ પાસે અવિશ્વાસની દરખાસ્તને ટકી રહેવા માટે જરૂરી બહુમતી પણ નથી.

Pakistan: માત્ર એક દિવસ બાકી, આવતીકાલે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન
Imran Khan - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 5:19 PM
Share

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર રવિવારે સવારે મતદાન થશે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની આગેવાનીવાળી સરકારના ભવિષ્યનો નિર્ણય કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 11:30 વાગ્યે શરૂ થશે. ઈમરાન ખાને કહ્યું છે કે તેમની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમને સત્તા પરથી દૂર કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો એક ભાગ છે. તેમણે રાજીનામું આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે તેમનો જીવ જોખમમાં છે.

પાકિસ્તાની વડાપ્રધાન તેમની સરકારને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે એવા અહેવાલો પણ છે કે તેમની સરકારના ગઠબંધન ભાગીદારો હવે વિપક્ષ તરફ વળ્યા છે અને પીટીઆઈ પાસે અવિશ્વાસની દરખાસ્તને ટકી રહેવા માટે જરૂરી બહુમતી પણ નથી. આવી સ્થિતિમાં ક્યારેક ખાન ધમકીભર્યા પત્રની વાત કરી રહ્યા છે, તો ક્યારેક અમેરિકા પર આરોપ લગાવી રહ્યા છે, ક્યારેક તેમના જીવને ખતરો છે તો ક્યારેક સેના દ્વારા ત્રણ વિકલ્પોનો દાવો કરી રહ્યા છે.

પાકિસ્તાની સેનાએ આ દાવાને ફગાવી દીધો હતો

આ પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ તેમની સામે ત્રણ વિકલ્પ રાખ્યા છે – રાજીનામું આપો, વહેલી ચૂંટણી યોજો અથવા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરો. તેણે કહ્યું કે આમાંથી તેણે શ્રેષ્ઠ વિકલ્પ વહેલી ચૂંટણી યોજવાનો લાગ્યો છે. જો કે બાદમાં સેનાએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સેનાએ કહ્યું કે તેણે કોઈ ત્રણ વિકલ્પ આપ્યા નથી, પરંતુ પીએમ પોતે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા માગે છે.

ભવિષ્ય સહયોગી પાર્ટી પર નિર્ભર

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન પોતાની રાજકીય કારકિર્દીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યા છે. તેમની પાર્ટીના સૌથી મોટા સાથી, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) એ પણ તેમનો પક્ષ છોડી દીધો છે. પીટીઆઈ નિઃશંકપણે સૌથી મોટી પાર્ટી છે પરંતુ ઈમરાન ખાન સરકારના અસ્તિત્વમાં MQM-P (7 બેઠકો), BAP (5 બેઠકો), PML (Q) (5 બેઠકો), GDA (3 બેઠકો), AML (1 બેઠક), JWP (1 સીટ) અને બે સ્વતંત્ર સાથી પક્ષો છે. MQM-P પહેલેથી જ દાવો કરી ચૂક્યું છે કે તેણે વિપક્ષ સાથે સોદો કર્યો છે.

આ પણ વાંચો : PM મોદીએ શેર બહાદુર દેઉબા સાથે નેપાળમાં RuPay કાર્ડ લોન્ચ કર્યું, કહ્યું આપણા જેવી મિત્રતાનું ઉદાહરણ ક્યાંય જોવા મળતું નથી

આ પણ વાંચો : Emergency in Sri Lanka: શ્રીલંકામાં ઈમરજન્સીની જાહેરાત, આર્થિક સંકટને લઈને હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">