પાકિસ્તાન એરલાઈન્સે ન ચૂકવ્યું રશિયાનું લેણું, ફ્લાઈટનો રૂટ બદલવો પડ્યો

|

Jun 23, 2022 | 4:36 PM

પાકિસ્તાન (Pakistan) આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. માર્ચના અંતમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 2.915 બિલિયન અમેરીકન ડોલરનો ઘણો ઘટાડો થયો છે. મોંઘવારી ઘટીને 13.8% થઈ ગઈ છે. ડોલર સામે પાકિસ્તાની રૂપિયો છેલ્લા એક મહિનામાં 186 થી વધીને 202 પર પહોંચી ગયો છે.

પાકિસ્તાન એરલાઈન્સે ન ચૂકવ્યું રશિયાનું લેણું, ફ્લાઈટનો રૂટ બદલવો પડ્યો
Pakistan International Airlines

Follow us on

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને (Pakistan) ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (Pakistan International Airlines) દ્વારા બાકી ચૂકવણી ન કરવાને કારણે રશિયાએ ફ્લાઈટને ઓવરફ્લાઇંગ ક્લિયરન્સ આપવાની ના પાડી હતી. આ પછી ઈસ્લામાબાદથી ટોરન્ટો જઈ રહેલી ફ્લાઈટને રૂટ બદલવો પડ્યો હતો. 24NewsHD ટીવી ચેનલ મુજબ આ બાબત 17 જૂનની છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટને ઈસ્લામાબાદથી ટોરોન્ટો જતી ઓવરફ્લાઈંગ ક્લિયરન્સ મળ્યું નથી. આ પછી આ ફ્લાઈટને પહેલા કરાચી લાવવામાં આવી હતી. અહીંથી ફ્લાઈટે રશિયાના કારણે યુરોપિયન દેશોની એરસ્પેસનો ઉપયોગ કર્યો અને ફ્લાઈટ ટોરોન્ટો પહોંચી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈએની ફ્લાઈટ PK781માં 250થી વધુ મુસાફરો હતા. તેઓને કરાચીથી રવાના કરવામાં આવ્યા હતા. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન ઓવરફ્લાઈંગ ક્લિયરન્સના ચાર્જ માટે નાણાં ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. પરંતુ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું કહેવું છે કે વૈશ્વિક પ્રતિબંધોને કારણે રશિયાને પેમેન્ટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પીઆઈએએ વૈકલ્પિક રસ્તો અપનાવવો પડ્યો હતો. માર્ચના અંતમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 2.915 બિલિયન અમેરીકન ડોલરનો ઘટાડો થયો છે. મોંઘવારી ઘટીને 13.8% થઈ ગઈ છે. ડોલર સામે પાકિસ્તાની રૂપિયો છેલ્લા એક મહિનામાં 186થી વધીને 202 પર પહોંચી ગયો છે.

એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટોરન્ટો જતી ફ્લાઈટને ઈરાન, તુર્કી અને યુરોપના રૂટનો ઉપયોગ કરવાનો હતો. વિમાને કરાચીથી ઉડાન ભરી હતી. એક પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કર્યું અને લખ્યું, પીઆઈએની ઈસ્લામાબાદથી ટોરોન્ટો જતી ફ્લાઈટ મોડી પડી છે. રશિયાએ પીઆઈએને બાકી રકમ ચૂકવવા કહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાન સરકારને પૂછ્યું કે આ શરમજનક સ્થિતિનું કારણ શું છે. આ બધું એવા સમયે થયું જ્યારે પાકિસ્તાન ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ વચ્ચે માર્ચના અંતમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 2.915 બિલિયન અમેરિકન ડોલરનો ઘટાડો થયો હતો. મોંઘવારી ઘટીને 13.8% થઈ ગઈ છે. ડોલર સામે પાકિસ્તાની રૂપિયો છેલ્લા એક મહિનામાં 186 થી વધીને 202 પર પહોંચી ગયો છે.

Next Article