જેલમાં બંધ છતાં ઈમરાન ખાને પાકિસ્તાનની રાજનીતિમાં મચાવ્યો ખળભળાટ, શું તખ્તાપલટની થઈ રહી છે તૈયારી ?

ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે સમર્થકો ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન 6 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ પછી સેનાના ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયાના પણ અહેવાલ છે. ત્યારેૃ પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર તખ્તાપલટની અફવાઓ તેજ થઈ ગઈ છે.

જેલમાં બંધ છતાં ઈમરાન ખાને પાકિસ્તાનની રાજનીતિમાં મચાવ્યો ખળભળાટ, શું તખ્તાપલટની થઈ રહી છે તૈયારી ?
Pakistan Coup
Follow Us:
| Updated on: Nov 30, 2024 | 5:06 PM

પાકિસ્તાન ફરી એકવાર રાજકીય અસ્થિરતાના વમળમાં ફસાઈ ગયું છે. પાકિસ્તાનની રાજધાનીમાં ઈમરાન ખાનના સમર્થકોના ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના તૈનાત કરી દીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન ગુરુવારે બલૂચિસ્તાન એસેમ્બલીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે સમર્થકો ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન 6 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ પછી સેનાને પણ ખુલ્લોદોર આપવામાં આવ્યો હતો. જેમાં ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયાના પણ અહેવાલ છે. એવું કહેવાય છે કે આ પ્રદર્શનની લગામ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના હાથમાં હતી. ઈમરાન ખાન પોતે હાલ જેલમાં છે.

ઈમરાન ખાન કેમ જેલમાં બંધ છે ?

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા ઈમરાન ખાનને તોશાખાના કેસમાં લાંબી સજા સંભળાવવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમણે પીએમ પદેથી મળેલી ભેટોને ટેક્સમાં જાહેર કર્યા વિના બારોબાર વેચી દીધી, જે નિયમોની વિરુદ્ધ છે. આ સિવાય તેમની સામે હાલમાં લગભગ 100થી વધુ કેસ પેન્ડિંગ છે. તેમના તરફથી ઘણી જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમને કોઈ રાહત મળી નથી. આ કારણથી ઈમરાને હવે જેલમાંથી જ નવું આંદોલન શરૂ કર્યું છે.

સફળ લોકોની આ આદતો જેને દરેક વ્યક્તિ અપનાવી નથી શકતા, જાણી લો
RBI ની નોકરી કરતાં કરતાં સૃષ્ટિએ UPSC માં કર્યું ટોપ, હવે આ રાજ્યમાં બની IAS
આ 2 રાશિઓ પરથી ઉતરશે શનિની ઢૈયા, વર્ષ દરમિયાન પુરા થશે તમામ અટકેલા કાર્ય
'Pushpa 2'ની આ 7 તસવીરોમાં છે આખી ફિલ્મ, પુષ્પા અને શ્રીવલ્લીનો પ્રેમ, જુઓ
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું ઘર ?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આંદોલનની શરૂઆત કેવી રીતે થઈ ?

ઈમરાન ખાને તેની જેલ મુક્તિની પ્રક્રિયાને ‘ફાઇનલ કોલ’ નામ આપ્યું છે. તેમણે તેમના સમર્થકોને તાનાશાહી અને ખોટી રીતે ધરપકડ કરવા સામે વિરોધ કરવા કહ્યું છે. તેમના સહિત પક્ષના તમામ નેતાઓની મુક્તિની માગણી સાથે ખાને કાર્યકરોને વર્તમાન સરકાર પર દબાણ લાવવા અને રાજીનામું આપવા માટે મજબૂર કરવા અપીલ કરી હતી.

ઈમરાનના એક કોલ પછી જ પીટીઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમના નેતાઓની મુક્તિની માંગ કરવા લાગ્યા હતા. એવું કહેવાય છે કે, હવે પાર્ટીની કમાન તેમની પત્ની બુશરા બીબીના હાથમાં આવી ગઈ છે. જાન્યુઆરીમાં તેમને ખાન સાથે જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઓક્ટોબરના અંતમાં તેમને જામીન મળી ગયા હતા.

ઈમરાન ખાનની 3 મોટી માંગ

તમને જણાવી દઈએ કે પીટીઆઈ સમર્થકોની આ સમયે ત્રણ સૌથી મોટી માંગ છે. પહેલી માંગ એ છે કે ઇમરાન ખાનને વહેલી તકે મુક્ત કરવામાં આવે. બીજી માંગ એવી કરવામાં આવી છે કે 2024ની પાકિસ્તાની ચૂંટણીના વાસ્તવિક પરિણામોને જ સ્વીકારવામાં આવે. હકીકતમાં, જેલમાં હોવા છતાં ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટીને સૌથી વધુ સીટો મળી હતી. ત્રીજી માંગ એ છે કે પાકિસ્તાની સંસદમાં કોર્ટની સત્તા ઘટાડીને પસાર કરવામાં આવેલો કાયદો તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ.

જો કે પાકિસ્તાનમાં ચાલી રહેલા આ હંગામા પર શાહબાઝ સરકારનું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેશમાં થઈ રહેલી હિંસા અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારપૂર્વક જણાવ્યું છે કે આ વિરોધ શાંતિપૂર્ણ નથી પરંતુ ઉગ્રવાદ છે.ૉ

ઇમરાન ખાનની બેગમ બુશરા બીબીનો શું છે રોલ ?

મોટી વાત એ છે કે આ વિરોધને ઈમરાન ખાનની બેગમ બુશરા બીબીનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈમરાન ખાન જેલમાંથી મુક્ત થાય ત્યારે જ પીટીઆઈ સમર્થકોએ ડી ચોકથી પાછા ફરવું જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઈમરાન આગામી આદેશ જારી નહીં કરે ત્યાં સુધી સમર્થકો અડગ રહેશે.

પીટીઆઈ સમર્થકોનો વિરોધ દર્શાવી રહ્યો છે કે પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર તખ્તાપલટની અફવાઓ તેજ થઈ ગઈ છે. ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે કે તખ્તાપલટ થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકાર કોઈપણ કિંમતે ઈમરાન ખાનની મુક્તિ ઈચ્છતી નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે.

હવે શું થઈ શકે છે ?

જો ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો જ વિરોધની આગ બંધ ઓલવાય એવી શક્યતાઓ લાગી રહે છે. આંદોલનકારીઓની બીજી માંગ સરકારના રાજીનામાની છે. જો કે આવું થવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો કોઈ અનુમાન લગાવી શકાય નહીં, કારણ કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોથી લઈને નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોએ પણ જેલમાં સમય વિતાવ્યો, પરંતુ આનાથી તેમની પ્રતિભા અને લોકો પર તેમની પકડ ઓછી થઈ નહોતી, પરંતુ વધી હતી અને આ બધા નેતાઓ જેલમાંથી છૂટ્યા બાદ રાજકારણમાં પાછા ફર્યા હતા.

પાકિસ્તાનમાં ક્યારે ક્યારે થયો તખ્તાપલટ ?

તખ્તાપલટ એ કોઈપણ દેશમાં એવી પરિસ્થિતિ છે જ્યારે સૈન્ય, અર્ધલશ્કરી દળો અથવા વિરોધ પક્ષ વર્તમાન સરકારને હટાવે છે અને સત્તા સંભાળે છે. આવી સ્થિતિમાં સૈન્ય તખ્તાપલટ એ ખાસ પ્રકારનો તખ્તાપલટ છે જ્યારે સેના સરકાર પર કબજો કરે છે. જો આપણે વિશ્વમાં પ્રથમ વખત તખ્તાપલટની વાત કરીએ, તો 19મી સદીથી તખ્તાપલટ શબ્દનો ઉપયોગ થયો છે. તે સમયે લેટિન અમેરિકા, સ્પેન અને પોર્ટુગલમાં તખ્તાપલટની ઘણી ઘટનાઓ બની હતી.

આઝાદીના લગભગ એક દાયકા પછી 1958માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઇસ્કંદર મિર્ઝાને હટાવીને જનરલ અયુબ ખાન સત્તામાં આવ્યા હતા. ત્યારબાદ દેશમાં પ્રથમ માર્શલ લો લાગુ કરવામાં આવ્યો, જે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો. આ પહેલીવાર હતું જ્યારે સેનાએ સત્તા પોતાના હાથમાં લીધી હતી.

વર્ષ 1977માં વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પર ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લાગ્યો હતો, જે બાદ વિરોધ શરૂ થયો હતો. તેમના પર તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓની હત્યા કરવાનો પણ આરોપ હતો. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી અને સત્તા જનરલ ઝિયા ઉલ હકને સોંપવામાં આવી હતી.

90ના દાયકાના અંતમાં નવાઝ શરીફ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે સંઘર્ષ વધ્યો. પીએમ શરીફે મુશર્રફને સેના પ્રમુખ પદેથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બધું પલટાઈ ગયું અને મુશર્રફે સત્તા કબજે કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, બોલિવિયા દુનિયાનો એવો દેશ છે જેણે અત્યાર સુધી અનેક તખ્તાપલટો જોયા છે. 1825થી અત્યાર સુધીમાં બોલિવિયામાં 200થી વધુ વખત તખ્તાપલટના પ્રયાસો થયા છે. તખ્તાપલટએ એક ગેરકાયદેસર પ્રક્રિયા છે જેમાં લશ્કર સરકાર સામે પગલાં લે છે. બોલિવિયા સિવાય સૌથી વધુ સંખ્યામાં તખ્તાપલટો આફ્રિકન દેશોમાં થયો છે અને ત્યારબાદ એશિયાઈ દેશોનો નંબર આવે છે. આફ્રિકન દેશોમાં 15 અને ઈરાકમાં 12 વખત તખ્તાપલટના પ્રયાસો થયા છે.

સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">