પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને મોટો ફટકો, ભાષણ અને પ્રેસ કોન્ફરન્સના પ્રસારણ પર પ્રતિબંધ

|

Nov 05, 2022 | 11:27 PM

વર્ષ 2011માં પંજાબના પૂર્વ ગવર્નર સલમાન તાસીરની હત્યાની જેમ તેમની હત્યા કરાવવા માંગે છે. આજ કારણથી તેમના ભાષણો અને પ્રેસ કોન્ફ્રેન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યા સુધી આ પ્રતિબંધ રહેશે.

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને મોટો ફટકો, ભાષણ અને પ્રેસ કોન્ફરન્સના પ્રસારણ પર પ્રતિબંધ
Pakistan former PM Imran Khan
Image Credit source: file photo

Follow us on

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન માટે આજે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગુલેટરી અથોરિટી એ બધા જ ટીવી ચેનલો પર ઈમરાન ખાનની પ્રેસ કોન્ફ્રેન્સ અને ભાષણોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર જીવલેણ હુમલા બાદ ઈમરાન ખાને જૈશને સંબોધિત કરીને શાહબાજ સરકાર અને સૈન્ય સંસ્થાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી. તેમણે પોતાની હત્યાના ષંડયત્ર માટે જવાબદાર 3 લોકોના નામ પણ કહ્યા હતા.

તેમણે પોતાની હત્યાના ષંડયત્ર માટે વડાપ્રધાન શાહબાજ શરીફ, ગૃહમંત્રી રાણા સનાઉલ્લા અને મેજર જનરલ ફેસલ નસીપને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2011માં પંજાબના પૂર્વ ગવર્નર સલમાન તાસીરની હત્યાની જેમ તેમની હત્યા કરાવવા માંગે છે. આજ કારણથી તેમના ભાષણો અને પ્રેસ કોન્ફરન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

 

3 નવેમ્બરે થયો હતો જીવલેણ હુમલો

 

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર વિરોધ માર્ચ રેલી સમયે જીવલેણ હુમલો થયો હતો. તેમના પગમાં 3-4 ગોળી વાગી હતી. ઓપરેશન બાદ હાલ તેમની હાલત સારી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 2 હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેમના પર AK-47 અને પિસ્તોલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો હતો. આ હુમલાના ખતરનાક વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર હજુ પણ વાયરલ થઈ રહ્યા છે.

ઈમરાન ખાને PM, ગૃહમંત્રી અને મેજર જનરલના નામ લીધા

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વરિષ્ઠ નેતા અસદ ઉમરે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાને ત્રણ શંકાસ્પદોના નામ આપ્યા છે, જેઓ આજના હુમલા પાછળ હોઈ શકે છે. અસદ ઉમરે કહ્યું, ઈમરાન ખાને અમને ફોન કર્યો અને તેમના તરફથી દેશને આ સંદેશ આપવા કહ્યું. તેમણે કહ્યું કે તેઓ માને છે કે તેમના પર હુમલો કરવાના કાવતરામાં ત્રણ લોકો – વડાપ્રધાન શાહબાઝ શરીફ, ગૃહ મંત્રી સનાઉલ્લાહ અને મેજર જનરલ ફૈઝલ નસીર સામેલ હતા.

Next Article