
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર મોટી રાજકીય ઉઠાપઠાક જોવા મળી શકે છે. તેનુ કારણ છે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરની પર્દા પાછળની રસાકસી. આમ તો પાકિસ્તાનમાં હાલ તો કોઈની પણ હેસિયત નથી કે તે આસિમ મુનીરની સામે ઉભા પણ રહી શકે. એક તરફ મુનીર છે તો બીજી તરફ ઈમરાન ખાન છે. પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા હાલ જેલમાં છે અને બાકીનાને પણ ઠેકાણે પાડવાની તૈયારી આસિમ મુનીરે કરી લીધી છે. પાકિસ્તાનમાંથી જ જાણકારી મળી રહી છે કે આસિમ મુનીરે નક્કી કરી લીધુ છે કે તે જરદારીને હટાવીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની જશે. પાકિસ્તાનમાં તખ્તાપલટને જોતા જુલાઈ મહિનો ઘણો ખાસ બની જાય છે. ઈતિહાસમાં ડોકિયુ કરશો તો ખબર પડશે કે 5 જુલાઈ 1977માં જિયા-ઉલ-હક એ પાકિસ્તાનના લોકતંત્રને તેના પગ તળે કચડી નાખ્યુ હતુ. હવે જુલાઈમાં જ પાકિસ્તાનમાં ફરી તખ્તાપલટની આશંકા સેવાઈ રહી છે. પાકિસ્તાનમાં ગત ટર્મની ચૂંટણીમાં ઈમરાન ખાનને હરાવવામાં એડીચોટીનું જોર લગાવવામાં આવ્યુ હતુ. છતા પણ PTI 93...
Published On - 12:05 am, Tue, 8 July 25