Pakistan News: દોસ્ત દોસ્ત ના રહા! ચીને પાકિસ્તાનને મદદ કરવાનો કર્યો ઇનકાર, શું બલુચિસ્તાનની લિબરેશન આર્મીથી ડરી ગયું ચીન ?
તાજેતરમાં ચીનના નાગરિકો પર હુમલા થયા છે. ચીની સેનાને નિશાન બનાવવામાં આવી છે. લિબરેશન આર્મીએ ઘણા હુમલાઓની જવાબદારી લીધી છે અને ચીનને ખુલ્લી ચેતવણી પણ આપી છે. એવું માનવામાં આવે છે કે ચીને આ કારણસર પાકિસ્તાનને મદદ કરવાનો ઇનકાર કર્યો છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ફરી એકવાર ચીનની યાદ આવી, હવે પાકિસ્તાને ચીનની સાથે સાઉદી અરેબિયા પાસે પણ મદદ માંગી. તેને તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે 11 અબજ ડોલરની જરૂર છે પરંતુ ચીને પહેલેથી જ પોતાના હાથ અધ્ધર કરી લીધા છે. બલૂચિસ્તાનના ગ્વાદરમાં તેનું પહેલેથી જ મોટું રોકાણ છે, પરંતુ અહીં બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓ ચીનનો વિરોધ કરે છે.
આ પણ વાંચો: Breaking News: મહિલા આરક્ષણ બિલ હવે બની ગયું કાયદો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી
તાજેતરમાં ચીનના નાગરિકો પર હુમલા થયા છે. ચીની સેનાને નિશાન બનાવવામાં આવી છે. લિબરેશન આર્મીએ ઘણા હુમલાઓની જવાબદારી લીધી છે અને ચીનને ખુલ્લી ચેતવણી પણ આપી છે. એવું માનવામાં આવે છે કે ચીને આ કારણસર પાકિસ્તાનને મદદ કરવાનો ઇનકાર કર્યો છે. ચીને અબજો ડોલરના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ ઊર્જા, જળ વ્યવસ્થાપન અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો ઈન્કાર કર્યો છે. જેના કારણે બંને દેશો વચ્ચેની સદાબહાર દોસ્તીમાં તિરાડ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે.
પાકિસ્તાને સમર્થન જાહેર કર્યું છે
CPECની 11મી સંયુક્ત સહકાર સમિતિ (JCC)ના રિપોર્ટને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને હવે બલૂચિસ્તાનના ગ્વાદરમાં નવો કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ પાકિસ્તાન થારમાં આ પ્લાન્ટ બનાવવા માટે જીદ પકડીને બેઠું હતું, પરંતુ હવે તે તેના માટે રાજી થઈ ગયું છે. આ સિવાય ચીનની ઘણી સમસ્યાઓના ઉકેલ માટે પાકિસ્તાને તેમની ઘણી માંગણીઓ પર પણ સહમતિ દર્શાવી છે.
મતભેદને કારણે વિલંબ
JCC એ CPECની વ્યૂહાત્મક નિર્ણય લેતી સંસ્થા છે. તેની 11મી બેઠક ગયા વર્ષે 27 ઓક્ટોબરે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ની આગેવાનીવાળી સરકારની વિનંતી પર યોજાઈ હતી. આ બેઠકના એક વર્ષ પછી, 31 જુલાઈના રોજ, ચીનના ઉપ-પ્રધાનમંત્રી હી લિફેંગની મુલાકાત દરમિયાન, બંને દેશોના મંતવ્યો પર સહમતિ અને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે મતભેદ હોવાના કારણે એક વર્ષનો વિલંબ થયો હોવાના અહેવાલ છે.
તિરાડોના સંકેતો છે
રિપોર્ટ અનુસાર, ચીન CPEC અંતર્ગત ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરવા માટે સહમત નથી, જેના કારણે બંને દેશોના સંબંધોમાં તિરાડ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા ચીનને જાહેર કરાયેલો ડ્રાફ્ટ જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો તેનાથી ઘણો અલગ હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો