Pakistan Breaking News: પાકિસ્તાનમાં માલગાડી સાથે થઈ પેસેન્જર ટ્રેનની ટક્કર, અકસ્માતમાં 31 થી વધુ લોકો ઘાયલ

ટ્રેન ડ્રાઈવર અને તેના સહાયક સહિત 4 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી પ્રિન્સિપલ ઓફિસરના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરવામાં આવી છે, જે 24 કલાકમાં ઘટના અંગે પોતાનો રિપોર્ટ આપશે. રેલવે ચેરમેનનું કહેવું છે કે આ ઘટના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Pakistan Breaking News: પાકિસ્તાનમાં માલગાડી સાથે થઈ પેસેન્જર ટ્રેનની ટક્કર, અકસ્માતમાં 31 થી વધુ લોકો ઘાયલ
Pakistan Train Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 4:27 PM

પાકિસ્તાનના (Pakistan) પંજાબ પ્રાંતમાં મુખ્ય રેલવે લાઇન પર ઊભેલી માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ (Train Accident) હતી. આ અકસ્માતમાં 31 થી વધારે લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ અકસ્માત રવિવારે શેખપુરા જિલ્લાના કિલા સત્તાર શાહ સ્ટેશન પાસે થયો હતો. પેસેન્જર ટ્રેન મિયાવાલીથી આવીને લાહોર જઈ રહી હતી. રેલવેની બેદરકારીના કારણે મોટો અકસ્માત થયો છે.

5 લોકોની હાલત ગંભીર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેન ડ્રાઇવરે અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના તમામ પ્રયાસો વ્યર્થ ગયા. રેસ્ક્યુ ટીમનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 31 થી વધારે મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 5 ગંભીર રીતે ઘાયલોને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

4 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

રેલવે પ્રવક્તાએ કહ્યું કે, દુર્ઘટના બાદ લાહોર ડિવિઝનમાં ટ્રેનનું સંચાલન સુચારૂ રીતે ચાલી રહ્યું છે. ટ્રેક સાફ કરવામાં આવ્યો હતો. ટ્રેન ડ્રાઈવર ઈમરાન સરવર અને તેના સહાયક મુહમ્મદ બિલાલ સહિત 4 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી પ્રિન્સિપલ ઓફિસરના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરવામાં આવી છે, જે 24 કલાકમાં ઘટના અંગે પોતાનો રિપોર્ટ આપશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રેલવે ચેરમેનનું કહેવું છે કે આ ઘટના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. CEO રેલવે શાહિદ અઝીઝે કહ્યું કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

શાહબાઝ શરીફે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના પ્રમુખ શહેબાઝ શરીફે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને તેના માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગ કરી. પાકિસ્તાનની કથળતી રેલવે વ્યવસ્થા પર અકસ્માતો સામાન્ય છે. છેલ્લા એક દાયકામાં દેશમાં અનેક જીવલેણ ટ્રેન અકસ્માતો થયા છે.

આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનમાં દીકરીએ જ ગોળી મારીને કરી પિતાની હત્યા, ત્રણ મહિનાથી તેના પર કરતો હતો બળાત્કાર

આ વર્ષે ઓગસ્ટમાં કરાચીથી 275 કિમી દૂર સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં સહારા રેલવે સ્ટેશન નજીક હવેલીયન જતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા હતા અને અન્ય એક ડઝન લોકો ઘાયલ થયા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">