પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદને 31 વર્ષની જેલની સજા સંભળાવી, 26/11 મુંબઈ હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી હાફિઝ સઈદને 31 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે સઈદ પર 3 લાખ 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે.
Pakistan : પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી હાફિઝ સઈદ (Hafiz Saeed)ને 31 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે સઈદ પર 3 લાખ 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે. જમાત-ઉદ-દાવા (JUD)ના વડા હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ આતંકી હુમલા (Mumbai terror attacks)માં વોન્ટેડ છે જેમાં 161 લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધ્યું
હાફિઝ સઈદની જુલાઈ 2019માં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે લાહોરથી ગુજરાનવાલા જઈ રહ્યો હતો.હાફિઝ સઈદ વિરુદ્ધ કોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન (Pakistan)માં રાજકીય સંકટ વધી રહ્યું છે. ઈમરાન ખાનની ખુરશી પણ સંકટમાં છે, પરંતુ આગળ સામાન્ય ચૂંટણી થશે કે પછી વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનમાંથી શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે, આ અંગે હજુ ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે.
મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓએ પ્રખ્યાત તાજ હોટેલ, છત્રપતિ શિવાજી ટર્મિનલ સહિત અનેક સ્થળો પર હુમલા કર્યા હતા. જેમાં એક આતંકી અજમલ કસાબની જીવતો પકડવામાં આવ્યો હતો. બાદમાં તેને ફાંસીની સજા આપવામાં આવી હતી
3.4 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ
અધિકારીએ જણાવ્યું કે 21/19માં સાડા 15 વર્ષની અને 99/21માં સાડા 16 વર્ષની સજા થઈ છે. કોર્ટે સઈદ પર 3.4 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે સઈદને લાહોરની કોટ લખપત જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તે 2019 થી કડક સુરક્ષા હેઠળ કેદ છે. યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી સઈદ પર અમેરિકાએ 10 મિલિયન યુએસ ડોલરનું ઇનામ રાખ્યું છે.
આ પણ વાંચો : PM મોદી અને RSS વિરુદ્ધ ગઠબંધનની તૈયારીમાં રાહુલ ગાંધી, કહ્યું- વિપક્ષોએ એક સાથે આવવું જોઈએ