AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khanની ધરપકડ પહેલા લાહૌરમાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા, મોબાઈલ સિગ્નલ બંધ પ્રસારણ પર પ્રતિબંધ

Imran Khan arrest : પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સમર્થકો લાહોરમાં ઈમરાન  ખાનના ઘરની બહાર પોલીસ સાથે ઘર્ષણ ચાલુ છે. આ સાથે દેશના ઘણા મોટા શહેરોમાં પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ઈમરાન ખાને વીડિયો જાહેર કરીને લોકોને બહાર આવવા કહ્યું હતું.

Imran Khanની ધરપકડ પહેલા લાહૌરમાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા, મોબાઈલ સિગ્નલ બંધ પ્રસારણ પર પ્રતિબંધ
Imran Khan arrest
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 9:50 PM
Share

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી હોબાળો થયો છે. ઈમરાન ખાનની ધરપકડને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સમર્થકો લાહોરમાં ઈમરાન  ખાનના ઘરની બહાર પોલીસ સાથે ઘર્ષણ ચાલુ છે. આ સાથે દેશના ઘણા મોટા શહેરોમાં પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ઈમરાન ખાને વીડિયો જાહેર કરીને લોકોને બહાર આવવા કહ્યું હતું.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. પોલીસ ગમે ત્યારે ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. ઈસ્લામાબાદની કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયા બાદ પોલીસ ઈમરાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક ખાતેના તેના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચી છે.

આ પછી ઇસ્લામાબાદ, પેશાવર, કરાચી, ફૈસલાબાદ અને ક્વેટા સહિત ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થયા.  પોલીસ લાહૌરમાં સમયાંતરે ટીયર ગેસના શેલ છોડી રહી છે. પીટીઆઈના કાર્યકરોએ ઈમરાનના નિવાસસ્થાન તેમજ કેનાલ રોડ તરફ જતા રસ્તાને ઘેરી લીધો છે. રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને 20 ઓગસ્ટે F-9 પાર્કમાં એક રેલીને સંબોધિત કરતી વખતે જિલ્લા કોર્ટના સેશન્સ જજ ઝેબા ચૌધરી તેમજ કેટલાક અધિકારીઓને ‘જોઈ લેવાની’ ધમકી આપી હોવાનો આરોપ છે. જે બાદ પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઈમરાન ખાનની ધરપકડની હમણા સુધીની અપડેટ

  1. લાહોરમાં પીટીઆઈ કાર્યકરો સાથે અથડામણમાં ઈસ્લામાબાદના ડીઆઈજી ઘાયલ. પોલીસે ઈમરાનના સમર્થકો પર ટીયર ગેસ તેમજ વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
  2. દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો, જ્યારે સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 5 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. અથડામણમાં ઘણા સમર્થકોને પણ ઈજા પહોંચી છે.
  3. જમાન પાર્કની બહાર રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનું કહેવું છે કે તેઓ આજની ઘટનાઓથી દુખી છે.
  4. લાહોરમાં જ્યાં ઈમરાન ખાનનું ઘર છે ત્યાં મોબાઈલ સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક ટીવી ચેનલોએ પણ પ્રસારણ બંધ કરી દીધું છે.
  5. પંજાબ સરકારના વચગાળાના માહિતી મંત્રી આમિર મીરે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં પંજાબ પોલીસ ઈસ્લામાબાદ પોલીસની મદદ કરી રહી છે.
  6. પેશાવરમાં, મોટી સંખ્યામાં પીટીઆઈ સમર્થકોએ પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન કર્યું. શેરશાહ સુરી રોડ બ્લોક કરી ગવર્નર હાઉસ તરફ કૂચ કરી હતી.
g clip-path="url(#clip0_868_265)">