AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની રસી માટે કાચો માલ આપવા હવે અમેરિકા થયુ તૈયાર, રસીના ઉત્પાદનમાં આવશે વેગ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ( Ajit Doval ) યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ( US National Security Adviser ) જેક સુલિવાન સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ અમેરિકા ભારતને કોરોનાની રસી માટે કાચો માલ ( raw materials ) આપવા તૈયાર થયુ હોવાનું કહેવાય છે.

કોરોનાની રસી માટે કાચો માલ આપવા હવે અમેરિકા થયુ તૈયાર, રસીના ઉત્પાદનમાં આવશે વેગ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડન
| Updated on: Apr 26, 2021 | 11:08 AM
Share

ભારતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ રસી માટે કાચો માલ ( raw materials ) પૂરો પાડવાની તૈયારી બતાવી છે. વિશેષ વાત એ છે કે દેશમાં કોરોના રોગચાળો ભયંકર રૂપ લઈ રહ્યો છે ત્યારે અમેરિકાએ ( યુ.એસ.એ.) ભારતમાં બનાવવામાં આવતી રસી માટે જરૂરી કાચા માલનો સપ્લાય અટકાવી દીધો છે. યુ.એસ.એ.ના વહીવટીતંત્રના આ પગલાથી ભારતીય કંપનીઓ અને ભારત સરકારની રસી બનાવવા અંગેની ચિંતામાં વધારો થયો હતો.

ભારત સરકાર અને રસીનું ઉત્પાદન કરતી કંપનીઓએ યુ.એસ.એ.ના આ નિર્ણયથી રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ, યુએસએના વિદેશ સચિવ એન્ટોની બ્લિન્કને કહ્યું હતું કે રોગચાળા દ્વારા સર્જાયેલી ભયંકર પરિસ્થિતિમાં અમેરિકા સંપૂર્ણ રીતે ભારતની સાથે ઊભું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને ભારતના આરોગ્ય કર્મચારીઓને વધારાની સહાય પૂરી પાડીશું. તેમણે ભારતને તમામ શક્ય મદદની ખાતરી આપી.

કાચો માલ આપવા કરી હતી વિનંતી

કોરોનાની રસી બનાવવા માટે જરૂરી કાચા માલના સપ્લાય પરનો પ્રતિબંધ હટાવવા ભારત તરફથી અનેક વિનંતીઓ બાદ હવે યુનાઇટેડ સ્ટેટ્સ સંમત થઈ ગયું છે. વિદેશ પ્રધાન બ્લિંકેને ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે કે, કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિમાં અમે ભારતના લોકોની સાથે છીએ. અમે ભારતમાં અમારા ભાગીદારો સાથે સંપર્કમાં છીએ. ટૂંક સમયમાં ભારતના લોકો અને કોવિડ સામે લડનારા લોકોના સમર્થનમાં વધારાની મદદ મોકલીશું.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ, યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ કહ્યું છે કે અમને કોરોના રોગચાળા અંગે ગંભીર ચિંતા છે. અમે અમારા ભારતીય મિત્રોને વધુ સહાય અને પુરવઠો પૂરા પાડવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છીએ. અમે ભારતની આ લડાઇમાં ભાગીદાર છીએ. અમે ટૂંક સમયમાં સપ્લાય કરીશું.

સીરમ કંપનીની કેન્દ્ર સરકારને અપીલ 

ભારતમાં રસીનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કાચા માલની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સીરમ સંસ્થાના વડા આદર પૂનાવાલાને યુ.એસ.ના નિકાસ પ્રતિબંધોને લીધે રસી ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની થેલીઓ અને ફિલ્ટરની અછત સર્જાવાની ભીતી હતી. કંપનીએ જાહેર કર્યુ હતું કે અમેરિકાએ મૂકેલા નિકાસ પ્રતિબંધને કારણે સિંગલ યુઝ ટ્યુબિંગ અને ખાસ કેમિકલ્સ આયાત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રસીના ઉત્પાદન ઉપર તેની અસર વર્તાઈ રહી છે. જો આમને આમ વધુ ચાલ્યુ તો રસી ઉત્પાદન કરવી અશક્ય થશે. સીરમ કંપનીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખીને આ મામલે દખલગીરી કરવાની વિનંતી કરી હતી. જેથી કોઈ પણ વિક્ષેપ વિના રસી પેદા કરી શકાય.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">