પ્રધાનમંત્રીએ ઉજવી જન્મદિનની પાર્ટી, કોરોના નિયમોના ઉલંઘન બદલ પોલીસે ફટકાર્યો લાખોનો દંડ

|

Apr 10, 2021 | 11:58 AM

કોરોના વિશ્વમાં વધી રહ્યો છે ત્યારે એક દેશમાં ઉદાહરણ પૂરું પાડે એવી ઘટના સામે આવી છે. આ દેશના પ્રધાનમંત્રી તેમનો જન્મદિન ઉજવી રહ્યા હતા. જેના પર પોલીસે કોરોનાના નિયમના ઉલંઘન બદલ દંડ ફટકાર્યો છે.

પ્રધાનમંત્રીએ ઉજવી જન્મદિનની પાર્ટી, કોરોના નિયમોના ઉલંઘન બદલ પોલીસે ફટકાર્યો લાખોનો દંડ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

નોર્વેની પોલીસે શુક્રવારે કહ્યું કે તેઓએ COVID-19 ના નિયમો તોડવા બદલ વડાપ્રધાન એર્ના સોલ્બર્ગ પર દંડ ફટકાર્યો હતો. ખરેખર, વડાપ્રધાને તેમના જન્મદિવસની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સામાજિક અંતર રાખવામાં આવ્યું નહતું. પોલીસે પીએમ પર 20,000 નોર્વેજીયન ક્રાઉન ($ 2,352) એટલે કે 1.75 લાખનો દંડ ફટકાર્યો છે.

વડાપ્રધાન એર્ના સોલ્બર્ગે તેનો 60 મો જન્મદિવસ ફેબ્રુઆરીના અંતમાં પરિવારના 13 સભ્યો સાથે રિસોર્ટમાં ઉજવ્યો હતો. વડાપ્રધાને આ પ્રસંગ માટે માફી માંગી છે. ખરેખર સરકારે દેશમાં 10 થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસે કહ્યું કે આવા મોટાભાગના કેસોમાં દંડ ફટકારવામાં આવતો નથી પરંતુ તે વડાપ્રધાન છે અને દેશનું નેતૃત્વ કરે છે, તેથી તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. જેથી એક દાખલો બેસાડ્યો. પોલીસે કહ્યું, “તે બતાવે છે કે કાયદો બધા માટે સમાન છે, બધા કાયદા સમક્ષ સમાન છે.” પોલીસે દંડને યોગ્ય ઠેરવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર નિયમોમાં સામાન્ય લોકોનો વિશ્વાસ જાળવવા દંડ લાદવો યોગ્ય છે.

પોલીસે અહેવાલ આપ્યો છે કે સોલ્બર્ગ અને તેના પતિ સિંદ્રે ફિનસએ પાર્ટી યોજી હતી. વડાપ્રધાનના પતિ દ્વારા રેસ્ટોરન્ટમાં પાર્ટીની ગોઠવણ કરવામાં આવી હતી. જોકે પોલીસે જણાવ્યું હતું કે જે રેસ્ટોરન્ટમાં પાર્ટી હતી ત્યાં દંડ ફટકારવામાં આવ્યો નથી. પોલીસે કહ્યું, “સોલબર્ગ દેશના નેતા છે અને સંક્રમણ અટકાવવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોની હિમાયત તેઓ કરતા રહ્યા છે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તે જાણીતું છે કે નોર્વેમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં સંસદની ચૂંટણી યોજાવાની છે. વડા પ્રધાને કોરોના વાયરસ પ્રતિબંધોને લગતા કડક નિયમો લાગુ કર્યા છે. આને કારણે, નોર્વેમાં ચેપ અને મૃત્યુ દર યુરોપમાં સૌથી નીચો છે.

જો કે, આ વર્ષે માર્ચ સુધીમાં, નોર્વેમાં ચેપમાં ઝડપથી વધારો જોવા મળ્યો. માર્ચના અંતમાં સરકારે વાયરસના વધુ ચેપી પ્રકારોને લીધે નિયંત્રણો કડક બનાવ્યા હતા.

 

આ પણ વાંચો: 18 વર્ષથી મોટી વ્યક્તિ ઇચ્છાથી ધર્મ પસંદ કરી શકે છે – સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બંધ કરવા સંબંધિત અરજીને ફગાવી દીધી

આ પણ વાંચો: રેલીઓમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની આંખ ઉઘડી, રેલીઓ બેન કરવાની આપી ધમકી

Next Article