ઉત્તર કોરિયાએ નવી ‘ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ’નું કર્યું પરીક્ષણ, અમેરિકા પર હુમલો કરી શકતા શસ્ત્રો કરતાં પણ વધુ શક્તિશાળી

|

Mar 11, 2022 | 1:46 PM

યુ.એસ.માં રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા તાજેતરના અઠવાડિયામાં છોડવામાં આવેલી બે મિસાઇલોમાં એક શક્તિશાળી નવી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ હતું.

ઉત્તર કોરિયાએ નવી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું કર્યું પરીક્ષણ, અમેરિકા પર હુમલો કરી શકતા શસ્ત્રો કરતાં પણ વધુ શક્તિશાળી
North Korea tests new missile

Follow us on

યુ.એસ.માં રાષ્ટ્રપતિ જો બાઈડેનના (Joe Biden) વહીવટીતંત્રે કહ્યું કે, ઉત્તર કોરિયા (North Korea) દ્વારા તાજેતરના અઠવાડિયામાં છોડવામાં આવેલી બે મિસાઇલોમાં એક શક્તિશાળી, નવી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ હતું અને તેઓએ ચેતવણી આપી હતી કે, ટૂંક સમયમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પરીક્ષણ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે 2017માં પરિક્ષણ કરવામાં આવેલી ઉત્તર કોરિયાની ICBM મિસાઈલ કરતાં વધુ શક્તિશાળી છે.

તે મિસાઈલ અમેરિકાને મારવામાં સક્ષમ હતી. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુએસ મિસાઇલ સંરક્ષણ અને લશ્કરી દેખરેખ દળોને “તૈયાર રહેવા” કહેવામાં આવ્યું છે કારણ કે તેઓ સંપૂર્ણ-ક્ષમતા પરીક્ષણની તૈયારી કરે છ. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, 4 માર્ચ અને 26 ફેબ્રુઆરીના પરીક્ષણો ભવિષ્યના જાસૂસી ઉપગ્રહો પર સ્થાપિત કેમેરાનું પરીક્ષણ હતું.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શ્રેણીબદ્ધ ઠરાવોમાં ઉત્તર કોરિયાના ICBMના પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે અને યુએસ શુક્રવારે પ્રતિબંધોના નવા તબક્કાની જાહેરાત કરશે જે દેશ માટે તેના હથિયાર કાર્યક્રમો માટે જરૂરી ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું મુશ્કેલ બનાવશે. બિડેન વહીવટીતંત્રે ઉત્તર કોરિયાને વાટાઘાટના ટેબલ પર પાછા લાવવા માટે ગયા વર્ષે કાર્યભાર સંભાળ્યા પછી ઘણી વખત સંપર્ક કર્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમેરિકાને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી

અધિકારીએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ હજુ સુધી અમેરિકાની વિનંતીનો જવાબ આપ્યો નથી. ઉત્તર કોરિયાએ આ વર્ષની શરૂઆતથી જ ઝડપથી મિસાઈલ પરીક્ષણમાં વધારો કર્યો છે. દેશમાં ભૂખમરો છે અને કોરોના વાયરસને રોકવા માટે તમામ સરહદો પણ બંધ છે. અહીંની અર્થવ્યવસ્થા ડહોળાઈ ગઈ છે. કોવિડ-19 રોગચાળાને લગતો ડેટા પણ ક્યારેય જાહેર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં ઉત્તર કોરિયાના લોકોની હાલત પણ દુનિયાને ખબર નથી.

આ પણ વાંચો: Medical Education : મેડિકલ કોલેજમાં અડધી ફી સાથે કયો મેડિકલનો અભ્યાસ પૂરો કરી શકાય છે, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

આ પણ વાંચો: Rahul Gandhi Education: રાહુલ ગાંધી કેટલા ભણેલા છે? જાણો તેમની દેહરાદૂનથી હાર્વર્ડ યુનિવર્સિટી સુધીની સંપૂર્ણ વાત

Next Article