Delta Variant: કોરોનાના નવા વેરિઅન્ટે વધારી ન્યૂઝીલેન્ડની ચિંતા, કોવિડ પોલિસીમાં કર્યા ફેરફાર

|

Oct 07, 2021 | 11:21 PM

ન્યુઝીલેન્ડના (New Zealand) નાગરિકોને આગામી મહિનાની શરૂઆતથી સંગીત સમારોહ અને અન્ય મોટા મેળાવડા જેવા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટની જરૂર પડશે.

Delta Variant: કોરોનાના નવા વેરિઅન્ટે વધારી ન્યૂઝીલેન્ડની ચિંતા, કોવિડ પોલિસીમાં કર્યા ફેરફાર
File Image

Follow us on

ન્યુઝીલેન્ડમાં ફરી કોરોનાએ આતંક મચાવ્યો છે. ન્યુઝીલેન્ડ એક સમયે કોરોનામુક્ત દેશ બની ગયો હતો. પરંતુ હાલમાં જ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ન્યૂઝીલેન્ડના (New Zealand) વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને (Jacinda Ardern)કહ્યું છે કે તેમનો દેશ વાયરસ સાથે જીવવા તરફ છે. તેથી શૂન્ય-કોવિડ સ્ટ્રેટેજી (Zero-Covid strategy) છોડી દેવામાં આવશે.

 

આ રીતે ન્યુઝીલેન્ડ એવા દેશોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જેમણે કોવિડને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પ્રયાસો છોડી દીધા છે. દેશમાં કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટના (Delta Variant) કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. રોગચાળાની શરૂઆતથી ન્યુઝીલેન્ડે તેની સરહદો બંધ કરી દીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કોરોનાની શરૂઆતથી ન્યૂઝીલેન્ડમાં માત્ર 4,500થી ઓછા કોરોના કેસ નોંધાયા છે અને 30થી ઓછા લોકોના મોત થયા છે. આ કોઈપણ દેશમાં નોંધાયેલા કોરોના કેસ અને મૃતકોમાં સૌથી ઓછા છે. પરંતુ ફરી ઓગસ્ટમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાએ માથું ઊંચક્યું છે. આ કારણે ઓકલેન્ડમાં લાંબું લોકડાઉન લાગુ કરવું પડયું હતું. પરંતુ છ અઠવાડિયા સુધી લોકડાઉન અમલમાં રહ્યું હોવા છતાં 24 નવા કોરોના કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ઓકલેન્ડમાં જ નોંધાયા હતા.

 

શૂન્ય કોવિડ પર પાછા જવું મુશ્કેલ: જેસિન્ડા આર્ડર્ન

જેસિન્ડા આર્ડર્ને સ્વીકાર્યું કે વાયરસ એક તંબુ જેવો છે. જેને હલાવવું અતિ મુશ્કેલ છે. આજ સુધી આપણે મોટાભાગે મહામારીને નિયંત્રણ કરવામાં સફળ રહ્યા છીએ. પરંતુ કોરોનાના વેરિએન્ટે માથું ઉંચકતા શૂન્ય કોવિડ પર પાછા ફરવું અતિ મુશ્કેલ છે.

 

તેમણે કહ્યું, પ્રતિબંધોના લાંબા સમયગાળાને કારણે પણ સંક્ર્મણમાં કોઈ ઘટાડો થયો નથી. આર્ડર્ને કહ્યું કે વાયરસ સાથે જીવવાનો પ્રયાસ કરવો એ હંમેશા ન્યુઝીલેન્ડનું એક પગલું હતું. પરંતુ ડેલ્ટા વેરિએન્ટે આ ફેરફારને વેગ આપ્યો છે. જો કે આર્ડર્ને કહ્યું નથી કે શૂન્ય-કોવિડ વ્યૂહરચના ક્યારે સમાપ્ત થશે.

 

કાર્યક્રમોમાં જોડાવા માટે રસી પ્રમાણપત્ર જરૂરી રહેશે

ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશની 49 ટકા વસ્તીફૂલી વેક્સીનેટેડ થઈ ચુકી છે અને 79 ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. ન્યૂઝ કોન્ફરન્સમાં વાત કરતા આર્ડર્ને કહ્યું, ન્યુઝીલેન્ડના લોકોને કોન્સર્ટ અને અન્ય મોટા મેળાવડા જેવા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવતા મહિનાની શરૂઆતથી વેક્સિન સર્ટિફિકેટની જરૂર પડશે.

 

ન્યુઝીલેન્ડ એશિયા-પેસિફિક ક્ષેત્રના અન્ય ઘણા દેશોમાં જોડાઈ રહ્યું છે. જેણે તાજેતરમાં વાયરસ સાથે રહેવાની યોજના જાહેર કરી છે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસો વધ્યા છે.

 

 

આ પણ વાંચો : દેશમાં દરરોજ 20 હજાર કોરોના કેસ આવે છે, તહેવારોમાં ફરી વધી શકે છે કેસ, આગામી 3 મહિના મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રાલય

 

આ પણ વાંચો : Ajab-Gajab: આવો તે કંઈ નિયમ હોય! પીઝા-સેન્ડવીચ ખાતી મહિલાઓ ટીવી પર નહીં મળે જોવા

Next Article