કોરોનાના નવા વેરિયન્ટે અનેક દેશોમાં દીધી દસ્તક, નવા વેરિયન્ટને લઇને વિશ્વમાં ચિંતા વધી

|

Nov 28, 2021 | 1:31 PM

બે વર્ષથી ચાલી રહેલી મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં 50 લાખથી વધુ લોકોના મોત થયા છે. હવે નવા વેરિયન્ટે અનેક દેશમાં દસ્તક દીધી છે ત્યારે સમગ્ર વિશ્વના દેશો આ નવા ખતરા સામે હાઈ એલર્ટ પર છે.

કોરોનાના નવા વેરિયન્ટે અનેક દેશોમાં દીધી દસ્તક, નવા વેરિયન્ટને લઇને વિશ્વમાં ચિંતા વધી
Omicron Variant

Follow us on

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ(New Corona variant) ઓમિક્રોને(Omicron variant) હલચલ મચાવી દીધી છે. માત્ર થોડા જ દિવસોમાં કોરોનાના નવા વેરિઅન્ટે યુરોપ, જર્મની અને ઈટાલી જેવા દેશોમાં દસ્તક આપી દીધી છે. જેને લઇને સમગ્ર વિશ્વ(world)ના દેશો આ નવા ખતરા સામે હાઈ એલર્ટ(High alert) પર છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કડક નિયમ
કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોન સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. જે બાદ તેણે યુરોપિયન દેશોને ઘેરી લીધા છે, જેના કારણે વિશ્વભરની સરકારોને નિયંત્રણ માટે પગલાં લેવાની ફરજ પડી છે. બ્રિટને શનિવારે ઓમિક્રોનથી ચેપના બે કેસ પછી માસ્ક પહેરવા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવેશ અંગેના નિયમોને કડક બનાવ્યા છે. જર્મની અને ઇટાલીમાં પણ શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના ચેપની પુષ્ટિ થઈ હતી.

વિશ્વના અનેક દેશો ચિંતામાં
વાયરસના આ પ્રકારનો ચેપ બેલ્જિયમ, હોંગકોંગ અને ઇઝરાયેલ આવતા પ્રવાસીઓમાં પણ જોવા મળ્યો છે. ચેપી રોગો પરના અમેરિકાના ટોચના સરકારી નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે જો અમેરિકામાં આ પ્રકારના વાયરસની હાજરી પહેલાથી જ જાણવા મળે તો નવાઈ નહીં. તેમણે એક મીડિયાને જણાવ્યુ કે, ‘અમને હજી સુધી કોઈ કેસ મળ્યો નથી, પરંતુ જ્યારે તમારી આસપાસ આ પ્રકારનો વાયરસ છે અને તે આ સ્તરે ફેલાઈ રહ્યો છે, તો તે નિશ્ચિત છે કે તે દરેક જગ્યાએ ફેલાઈ જશે.’

બ્રિટનમાં કોરોનાના નિયમ બદલાયા
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે ઈંગ્લેન્ડમાં બે લોકો વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત થયાની પુષ્ટિ થયા પછી, લક્ષિત અને સાવચેતીનાં પગલાં લેવાની જરૂર છે. વાયરસના આ પ્રકારને ફેલાતો અટકાવવા માટે જોન્સન દ્વારા જાહેર કરાયેલા પગલાઓમાં દેશમાં આગમનના બીજા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાનો અને જ્યાં સુધી રિપોર્ટ કન્ફર્મ ન થાય ત્યાં સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવાની જોગવાઈનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે “અમે આજથી બૂસ્ટર ડોઝ માટેની ઝુંબેશને પણ વેગ આપવા જઈ રહ્યા છીએ.”

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રેડ લિસ્ટમાં મુકાયેલા સ્થળ
બ્રિટને રવિવારથી બોત્સ્વાના, એસ્વાટિની, લેસેથો, નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સિવાય અંગોલા, માલાવી, મોઝામ્બિક અને ઝામ્બિયાને પણ રેડ લિસ્ટમાં મૂકવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એ છે કે અહીંથી આવનારા લોકોએ ક્વોરેન્ટાઇન નિયમનું પાલન કરવું પડશે.

દક્ષિણ આફ્રિકાના દેશો પર નિયંત્રણો
ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન યુનિયન, ઈરાન, જાપાન, થાઈલેન્ડ અને યુએસ સહિત કેટલાક દેશોએ પણ વાયરસના નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ આફ્રિકાના દેશો પર નિયંત્રણો લગાવ્યા છે. જો કે આ પગલું વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના સૂચનની વિરુદ્ધ છે, ઘણા દેશો દ્વારા ફ્લાઇટ પર પ્રતિબંધ હોવા છતાં, એવી ચિંતા વધી રહી છે કે વાયરસનું સ્વરૂપ પહેલાથી જ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયું છે. તાજેતરમાં, ઇટાલી અને જર્મનીમાં ઓમિક્રોનથી ચેપના કેસોની પુષ્ટિ થઈ છે.

નેધરલેન્ડની પબ્લિક હેલ્થ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે, ઓમિક્રોન ચેપ ઘણા લોકોમાં જોવા મળ્યો હોઈ શકે છે અને દક્ષિણ આફ્રિકાથી બે વિમાનમાં સવાર થઈને શુક્રવારે એમ્સ્ટરડેમ આવેલા આ લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વિશ્વના ઘણા બધા દેશ કોરોનાના નવા વેરિયન્ટને લઇને ચિંતામાં છે ત્યારે હવે લોકડાઉન જેવા પગલા પણ દેશો ફરી લે તો નવાઇ નહીં.

 

આ પણ વાંચોઃ Antim Box Office Collection Day 2: બીજા દિવસે સલમાન-આયુષની ફિલ્મ ‘અંતિમ’ની કમાણી નિરાશાજનક, માત્ર આટલા કરોડનું કલેક્શન

આ પણ વાંચોઃ Omicron Variant એ દુનિયાભરમાં મચાવી હલચલ, કેટલાક દેશોએ ગાઇડલાઇન્સ બદલી અને કેટલાકે ટ્રાવેલ બેન કર્યો

Next Article