ચીનમાં ભારતના નવા રાજદૂત પ્રદીપ કુમાર રાવતે સંભાળ્યો ચાર્જ, શું લદ્દાખ સરહદ વિવાદનો આવશે ઉકેલ?
તાજેતરમાં યોજાયેલી વાતચીત લગભગ 13 કલાક સુધી ચાલી હતી. બેઠકના એક દિવસ પછી બંને પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રકારનો ઉકેલ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને સરળ બનાવશે.
ચીનમાં ભારતના નવા રાજદૂત (Indian Ambassador In China) પ્રદીપ કુમાર રાવતે (Pradeep Kumar Rawat) સોમવારે ચાર્જ સંભાળી લીધો છે. રાવત 4 માર્ચે ચીન પહોંચ્યા હતા અને ચીનના કોવિડ-19 પ્રોટોકોલને પગલે ક્વોરન્ટાઈન હતા. ચીનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું, “ચીનમાં ભારતના રાજદૂત પ્રદીપ કુમાર રાવતે આજે કાર્યભાર સંભાળ્યો.” રાવત પહેલા રાજદૂત વિક્રમ મિસ્રી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. મિસ્ત્રી ને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા 1990 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી રાવત નેધરલેન્ડ્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.
H.E. Shri. Pradeep Kumar Rawat, Ambassador of India to the People’s Republic of China assumed charge @EOIBeijing today. pic.twitter.com/8LA1qGsOgt
— India in China (@EOIBeijing) March 14, 2022
તેઓ અગાઉ હોંગકોંગ અને બેઈજિંગમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ઈન્ડોનેશિયા અને તિમોર-લેસ્ટેમાં પણ ભારતના રાજદૂત પણ રહી ચૂક્યા છે. રાવત અસ્ખલિત મેન્ડરિન (ચીનની સત્તાવાર ભાષા) બોલે છે. રાવતની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે પૂર્વી લદ્દાખ સરહદ પર ચીન અને ભારત વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. બંને દેશો વચ્ચે સૈન્ય વાટાઘાટોનો 15મો રાઉન્ડ યોજાયો છે અને બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા તરફ કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી, પરંતુ બંને દેશો વહેલામાં વહેલી તકે પરસ્પર સ્વીકાર્ય સમાધાન સુધી પહોંચવા માટે વાતચીત ચાલુ રાખવા સંમત થયા છે.
ચુશુલ-મોલ્દો બોર્ડર પોઈન્ટ પર કોર કમાન્ડર સ્તરની મંત્રણા યોજાઈ
તાજેતરમાં યોજાયેલી વાતચીત લગભગ 13 કલાક સુધી ચાલી હતી. બેઠકના એક દિવસ પછી બંને પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રકારનો ઉકેલ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને સરળ બનાવશે. પૂર્વી લદ્દાખમાં LACની ભારતીય બાજુએ ચુશુલ-મોલ્દો બોર્ડર પોઈન્ટ પર કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલય અને સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ કહ્યું હતું કે વાટાઘાટોનું કોઈ ખાસ પરિણામ આવ્યું નથી.
“આ પ્રકારનો ઉકેલ પશ્ચિમી ક્ષેત્રમાં LAC સાથે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને સરળ બનાવશે,” દિલ્હી અને બેઈજિંગ તરફથી એકસાથે જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે. બંને પક્ષો આ ક્ષેત્રમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા અને લશ્કરી અને રાજદ્વારી ચેનલો દ્વારા વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા હતા.
ભારત અને ચીને સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા
સૂત્રોનું કહેવું છે કે ભારતે ડેપસાંગ બલ્ગ અને ડેમચોકમાં પેન્ડિંગ મુદ્દાઓના નિરાકરણ સહિત મુકાબલાના બાકીના સ્થળોએથી વહેલી તકે સૈનિકો પાછા ખેંચવા પર ખૂબ ભાર મૂક્યો છે. વાટાઘાટોના કેન્દ્રમાં હોટ સ્પ્રિંગ્સ (પેટ્રોલ પોઈન્ટ-15)માં સૈનિકોને પાછા ખેંચવાની અટકેલી પ્રક્રિયાની પૂરી કરવાની હતી. પેંગોંગ લેક વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે હિંસક અથડામણને પગલે 5 મે, 2020ના રોજ બંને પક્ષો વચ્ચે પૂર્વ લદ્દાખની મડાગાંઠ ઉભી થઈ હતી. હાલમાં દરેક પક્ષના LAC પર લગભગ 50,000થી 60,000 સૈનિકો છે.
આ પણ વાંચો: Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત