Earthquake in Nepal: અફઘાનિસ્તાન બાદ હવે નેપાળમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

|

Jun 23, 2022 | 10:33 AM

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં ભૂકંપની(Earthquake in Nepal) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 આંકવામાં આવી છે. ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

Earthquake in Nepal: અફઘાનિસ્તાન બાદ હવે નેપાળમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ
Symbolic image
Image Credit source: File Photo

Follow us on

અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપના 24 કલાકમાં નેપાળમાં પણ ભૂકંપના(Earthquake in Nepal)આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ નેપાળની રાજધાની કાઠમંડુથી 161 કિલોમીટર દૂર આવ્યો છે અને તેની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે. નેપાળમાં ભૂકંપના કારણે થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. જો કે, આ પહેલા બુધવારે સવારે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ(Earthquake in Afghanistan)માં ઓછામાં ઓછા 1000 લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 આંકવામાં આવી છે. ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક દિવસ પહેલા આવેલા ભૂકંપએ અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી

દેશના પૂર્વી અફઘાનિસ્તાનમાં બુધવારે વહેલી સવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા હતા અને 1,500 થી વધુ ઘાયલ થયા હતા, અફઘાનિસ્તાનની સરકારી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો. આ દેશમાં દાયકાઓમાં સૌથી વિનાશક ભૂકંપ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને વિનાશ અંગે દુખ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત વહેલી તકે તમામ સંભવિત આપત્તિ રાહત સામગ્રી પ્રદાન કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત દુ:ખની આ ઘડીમાં અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. તેમણે ટ્વીટ કર્યું, “અફઘાનિસ્તાનમાં આજે આવેલા વિનાશક ભૂકંપના સમાચારથી ખૂબ જ દુઃખી છું. જાનહાનિ પર મારી ઊંડી સંવેદના.”

અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે ઓગસ્ટમાં કાબુલમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અને દેશના સૌથી લાંબા યુદ્ધમાંથી અમેરિકી સૈનિકો પીછેહઠ કર્યા બાદ અહીં પર બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકામાં આ સૌથી વિનાશક ભૂકંપ છે.

ઘરો અને અન્ય ઇમારતો મજબૂત નથી

પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. આ શક્તિશાળી ભૂકંપથી દૂરના વિસ્તારોમાં ભારે નુકસાન થયું કારણ કે અહીં મકાનો અને અન્ય ઈમારતો પૂરતી મજબૂત નથી અને ભૂસ્ખલન સામાન્ય માનવામાં આવે છે.

નિષ્ણાતોએ ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ માત્ર 10 કિમી ગણાવી છે. પાડોશી પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના ખોસ્ટ શહેરથી લગભગ 50 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું.

Next Article