NEPAL: કોર્ટની અવમાનનાથી PM OLIની મુશ્કેલીઓ વધી, સુપ્રીમમાં હાજર થવા ફરમાન

|

Jan 28, 2021 | 6:59 PM

PM OLIએ 20 ડીસેમ્બરના રોજ નેપાળની સંસદ ભંગ કરી હતી. તેમના સંસદ ભંગ કરવાનાં નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 13 જેટલી અરજીઓ કરવામાં આવી છે.

NEPAL: કોર્ટની અવમાનનાથી PM OLIની મુશ્કેલીઓ વધી, સુપ્રીમમાં હાજર થવા ફરમાન
નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી

Follow us on

નેપાળના કાર્યકરી વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી ( PM OLI)ની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઇ રહી. નેપાળની સુપ્રીમ કોર્ટ (Supreme Court of Nepal)એ વડાપ્રધાન ઓલી વિરૂદ્ધ દાખલ એક કેસમાં સુપ્રીમ કોર્ટની અવમાનના બદલ સુપ્રીમ કોર્ટે તેમને નોટીસ ફટકારીને લેખિતમાં જવાબ સાથે હાજર થવા ફરમાન આપ્યું છે. કોર્ટની નોટીસના જવાબમાં વડાપ્રધાન ઓલીએ સાત દિવસનો સમય માંગ્યો છે.

સુપ્રીમમાં PM OLI વિરૂદ્ધ અવમાનના બે કેસો
ગત મંગળવારે વડાપ્રધાન ઓલી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાના બે કેસો રજિસ્ટર્ડ થયા છે. નેપાળના વરિષ્ઠ વકીલ કુમાર શર્મા આચાર્ય અને કંચન કૃષ્ણ નુપાએ વડાપ્રધાન ઓલી વિરૂદ્ધ આ કેસો કર્યા છે. વડાપ્રધાન ઓલી પર આરોપ છે કે તેમણે કોર્ટ વિરૂદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી છે તેમજ કોર્ટ પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયત્ન કર્યા છે.

PM OLIએ કોર્ટ પર કરી હતી ટીપ્પણી
22 જાન્યુઆરીએ વડાપ્રધાન ઓલીએ કેડર્સને સંબોધિત કરતા નેપાળની સંસદ ભંગ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. એમણે કહ્યું કે એમના આ નિર્ણય પર વકીલો તેમની વિરૂદ્ધ ઘૃણા ફેલાવવાનું કામ કરી રહ્યાં હતા, જયારે નેપાળના બંધારણમાં ભંગ થયેલી સંસદને ફરી સક્રિય કરવાનું કોઈ પ્રાવધાન નથી. કેડર્સને સંબોધિત કરતા વડાપ્રધાન ઓલીએ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ વકીલ કૃષ્ણા પ્રસાદ ભંડારી પર પણ ટીપ્પણી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

20 ડિસેમ્બરે સંસદનો ભંગ કર્યો હતો
વડાપ્રધાન ઓલીએ 20 ડીસેમ્બરના રોજ નેપાળની સંસદ ભંગ કરી હતી. તેમના સંસદ ભંગ કરવાનાં નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 13 જેટલી અરજીઓ કરવામાં આવી છે. 24 જાન્યુઆરીએ વરિષ્ઠ વકીલ કૃષ્ણા પ્રસાદ ભંડારીએ કહ્યું કે વડાપ્રધાન ઓલીએ સુપ્રીમકોર્ટના વકીલો પર અપમાનજનક ટીપ્પણી કરી હતી.

Next Article