માણસને ચંદ્ર પર મોકલવાની ચાહત પર ફરી લાગ્યુ ગ્રહણ, સતત બીજી વાર ટળ્યુ NASAનું ચંદ્ર મિશન Artemis-1, જાણો તેની પાછળનું કારણ

|

Sep 03, 2022 | 10:31 PM

અમેરિકાથી ફરી અંતરિક્ષ પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. માણસને ચંદ્ર પર મોકલવાની ચાહત સાથે શરુ થયેલું 'આર્ટેમિસ-1' (Artemis 1)ને લઈને ફરી માઠા સમાચાર મળ્યા છે.

માણસને ચંદ્ર પર મોકલવાની ચાહત પર ફરી લાગ્યુ ગ્રહણ, સતત બીજી વાર ટળ્યુ NASAનું ચંદ્ર મિશન  Artemis-1, જાણો તેની પાછળનું કારણ
NASA Moon mission Artemis 1 postponed
Image Credit source: file photo

Follow us on

અમેરિકાથી ફરી અંતરિક્ષ પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. માણસને ચંદ્ર પર મોકલવાની ચાહત સાથે શરુ થયેલું ‘આર્ટેમિસ-1’ (Artemis 1)ને લઈને ફરી માઠા સમાચાર મળ્યા છે. આર્ટેમિસ-1નું લોચિંગ ફરી એકવાર મોકુફ રાખવામાં આવ્યુ છે. અમેરિકી અંતરિક્ષ કંપની નાસા (Nasa)નો આ મહત્વાકાંક્ષી પ્રોજક્ટર હતો. આ પહેલા પણ ટેકનિકલ કારણોસર આ આર્ટેમિસ-1નું લોચિંગ મોકુફ રાખવામાં આવ્યુ હતુ. તેને કારણે આર્ટેમિસ-1ના લોચિંગ માટે ઉત્સુક અને ચંદ્ર પર જવા માટે આતુર લોકો નિરાશ થયા હતા. આખી દુનિયા તેના સતત બીજી વખત મોકુફ થવાના કારણ વિશે ચર્ચા કરી રહી છે.

માણસને ચંદ્ર પર મોકલવાનું સપનું વર્ષો પહેલા જોવામાં આવ્યુ હતુ. તેના પર કામ પણ કરવામાં આવ્યુ પણ ખાસ સફળતા ન મળી. લગભગ અડધી સદી પછી આ સપનાને પૂરુ કરવા તરફ મહત્વપૂર્ણ પગલુ ભરવામાં આવ્યુ હતુ. આ આર્ટેમિસ-1 ચંદ્ર સુધી જવાનું હતુ, તેની કક્ષામાં નાના ઉપગ્રહો છોડવાનું હતુ, જે ચંદ્રની કક્ષામાં સ્થાપિત થવાનું હતુ. નાસાનો ઉદ્દેશ્ય ચંદ્ર પર માનવજીવનની શક્યતા શોધાવાનું હતુ. આ મિશન દ્વારા તેના માટે માહિતી મળી શકે છે. આના પછી આર્ટેમિસ-2 અને આર્ટેમિસ-3 લોન્ચ ભવિષ્યમાં લોન્ચ થશે.

આ હતુ કારણ

આજે લોચિંગ સમયે આર્ટેમિસ-1માં ખતરનાક લીકેજ થયુ હતુ. તેને લોન્ચ કરવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી. આર્ટેમિસ-1માં ઈંધણ ભરવામાં આવી રહ્યુ હતુ. 322 ફૂટ લાંબા આ સૌથી શકિતશાળી રોકેટમાં લગભગ 10 લાખ ગેલન ઈંધણ ભરાઈ ગયુ હતુ અને ત્યારે જ લીકેજ શરુ થયુ જેને કારણે આ મિશન ફરી મોકુફ રાખવામાં આવ્યુ હતુ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

શું છે આર્ટેમિસ-1ની વિશેષતા?

તે રોકેટ સિસ્ટમનો એક નવો પ્રકાર છે કારણ કે તેના મુખ્ય એન્જિનો પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજન બંને પ્રણાલીઓ તેમજ અવકાશયાન દ્વારા પ્રેરિત બે નક્કર રોકેટ બૂસ્ટરનું સંયોજન છે. તે વાસ્તવમાં અવકાશયાન (સ્પેસ શટલ) અને એપોલોના શનિ વી રોકેટનું વર્ણસંકર સ્વરૂપ છે. આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઓરિઅન ક્રૂન કેપ્સ્યુલનું વાસ્તવિક કાર્ય જોવામાં આવશે. આ તાલીમ ચંદ્રના અવકાશ વાતાવરણમાં લગભગ એક મહિનાનો સમય લેશે. તે કેપ્સ્યુલના હીટ શિલ્ડના પરીક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે, જે 25,000 માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર પાછા ફરતી વખતે કેપ્સ્યુલ અને તેના રહેવાસીઓને ઘર્ષણકારી ગરમીથી રક્ષણ આપે છે. એપોલો પછી આ સૌથી ઝડપી-ટ્રાવેલિંગ કેપ્સ્યુલ હશે, તેથી તે મહત્વપૂર્ણ છે કે હીટ-ઇન્સ્યુલેટીંગ કવચ યોગ્ય રીતે કાર્ય કરે છે. આ મિશન તેની સાથે નાના ઉપગ્રહોની શ્રેણી લઈ જશે જે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

Next Article