રંકથી બની ગયો રાજા ! એક ભારતીયએ UAEમાં જીતી મેગા લોટરી, હવે 25 વર્ષ સુધી દર મહિને મળશે લાખો રૂપિયા

કયારેક વ્યક્તિના જીવનમાં નસીબ એટલો સારો સમય બતાવે છેકે ખુશીનો પાર રહેતો નથી. આવું જ એક ભારતીય સાથે યુએઇમાં થયું છે. તેને એક એવી લોટરી લાગી છેકે તેની જિંદગીના 25 વર્ષ સુધરી ગયા છે.

રંકથી બની ગયો રાજા ! એક ભારતીયએ UAEમાં જીતી મેગા લોટરી, હવે 25 વર્ષ સુધી દર મહિને મળશે લાખો રૂપિયા
ભારતીયએ જીતી મેગા લોટરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 12:12 PM

જ્યારે નસીબ તમારી સાથે હોય, ત્યારે તમે રાતોરાત લોટરી જીતી શકો છો. આવું જ કંઈક દુબઈમાં કામ કરતા ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ સાથે થયું છે. ઉત્તર પ્રદેશના રહેવાસી મોહમ્મદ આદિલ ખાને UAEમાં મેગા લોટરી જીતી છે. હવે આદિલને આગામી 25 વર્ષ સુધી દર મહિને 5.5 લાખ રૂપિયાથી વધુ મળશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આદિલ દુબઈમાં એક રિયલ એસ્ટેટ કંપનીમાં ઈન્ટિરિયર ડિઝાઈન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. આ લોટરી જીત્યા બાદ હવે તેને દર મહિને 25000 દિરહામ મળશે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તે લગભગ 5.50 લાખ રૂપિયા થાય છે.

લોટરી જીત્યા પછી, આદિલે કહ્યું કે જ્યારે તેને જાણ કરવામાં આવી કે તે લોટરી જીતી ગયો છે, ત્યારે તે પહેલા તો તેના પર વિશ્વાસ જ નહોતો કરી શક્યો. તેણે કહ્યું કે ‘મારા પરિવાર માટે કમાનાર હું એકમાત્ર વ્યક્તિ છું. મારો ભાઈ રોગચાળા દરમિયાન મૃત્યુ પામ્યો હતો અને હું તેના પરિવારની સંભાળ રાખું છું. મારે વૃદ્ધ માતા-પિતા અને પાંચ વર્ષની પુત્રી છે. આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ સમયે આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેણે આગળ કહ્યું, ‘જ્યારે મેં મારા પરિવારને લોટરી જીતવાની વાત કહી તો તેઓએ પણ વિશ્વાસ ન કર્યો. તેઓએ મને ફરીથી શોધવા માટે કહ્યું.’ અમીરાતના ડ્રોનું આયોજન કરનાર ટિચેરોસના માર્કેટિંગના વડા પૌલ ચડેરે કહ્યું: ‘અમે FAST 5 માટે અમારા પ્રથમ વિજેતાની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ, જે લોન્ચ થયાના આઠ અઠવાડિયાથી ઓછા સમયમાં છે. અમે તેને ફાસ્ટ 5 કહીએ છીએ કારણ કે તે કરોડપતિ બનવાની સૌથી ઝડપી રીત છે.તેમણે કહ્યું કે ગ્રેડેડ પેઆઉટ પાછળનો વિચાર વિજેતાને સુરક્ષિત કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">