ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !

|

Dec 08, 2023 | 7:35 PM

કમ્યુનિસ્ટ પાર્ટીની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે કિનના એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા અને એક બાળક પણ હતું. આ આરોપો પછી, તેમને જુલાઈ 2023માં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને વાંગ યીને નવા વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !
Qin Gang

Follow us on

ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ ચીને ગેંગને ટોર્ચર કરીને તેમની હત્યા કરી નાખી છે. બ્રિટિશ મીડિયા અનુસાર, ગેંગ ઘણા સમયથી ગુમ હતા અને તેમના ઠેકાણા વિશે કોઈ માહિતી મળી નથી. તેમજ ચીન સરકાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

કિન ગેંગ 2014 અને 2018ની વચ્ચે વિદેશી મહાનુભાવો સાથેની જિનપિંગની બેઠકોનો મુખ્ય ભાગ હતા અને તેમની મોટાભાગની વાતચીતની તેમને નજીકથી જાણકારી હતી. પરંતુ વિદેશ મંત્રી બન્યાના છ મહિનામાં જ તેઓ ગાયબ થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે તે અમેરિકા માટે જાસૂસી કરતા હતા. કિન ગેંગના મોતને રહસ્યમય ગણાવવામાં આવી રહ્યું છે. આ મૃત્યુથી ચીનમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024

ગેંગ સામે આંતરીક તપાસ હાથ ધરવામાં આવી હતી

રિપોર્ટ અનુસાર, કમ્યુનિસ્ટ પાર્ટીની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે કિનના એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા અને એક બાળક પણ હતું. આ આરોપો પછી, તેમને જુલાઈ 2023માં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને વાંગ યીને નવા વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓ જુલાઈ 2021થી જાન્યુઆરી 2023 સુધી અમેરિકામાં ચીનના રાજદૂત હતા અને ત્યારબાદ તેમને વિદેશ મંત્રાલયની કમાન સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:33 pm, Fri, 8 December 23

Next Article