Myanmar: સેનાનો ખૂની ખેલ શરુ! વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોની ગોળી મારીને હત્યા, મૃતદેહોને લગાવી આગ

|

Dec 26, 2021 | 11:20 AM

Myanmar Violence: મ્યાનમારમાં વર્ષની શરૂઆતમાં તખ્તાપલટ બાદ ખૂની ખેલની શરુઆત થઈ છે. તે સતત લોકોની નિર્દયતાથી હત્યા કરી રહી છે. આ દરમિયાન બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ સેનાના કહેરથી બચી શક્યા નથી.

Myanmar: સેનાનો ખૂની ખેલ શરુ! વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોની ગોળી મારીને હત્યા, મૃતદેહોને લગાવી આગ
Army kills people in Myanmar

Follow us on

Myanmar Violence: મ્યાનમારમાં વર્ષની શરૂઆતમાં તખ્તાપલટ બાદ ખૂની ખેલની શરુઆત થઈ છે. તે સતત લોકોની નિર્દયતાથી હત્યા કરી રહી છે. આ દરમિયાન બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ સેનાના કહેરથી બચી શક્યા નથી. અહીં સરકારી દળોએ પહેલા એક ગામના લોકોની ધરપકડ કરી, પછી લગભગ 30 લોકોને ગોળી મારીને મૃતદેહોને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. માર્યા ગયેલાઓમાં કેટલાક બાળકો અને મહિલાઓ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શનિવારે એક પ્રત્યક્ષદર્શી અને અન્ય અહેવાલો પરથી આ માહિતી મળી છે. મ્યાનમારના કાયા પ્રદેશના હાપ્રુસો શહેરની સીમમાં આવેલા મો સો ગામમાં થયેલા નરસંહારની કથિત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે બાદ સત્તામાં રહેલી સેના સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મો સો ગામમાં આ શરણાર્થીઓ સેનાના હુમલાથી બચવા માટે આશ્રય લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.

ધરપકડ બાદ હત્યા

વાયરલ ફોટામાં ત્રણ વાહનોમાં 30થી વધુ બળેલા મૃતદેહો જોઈ શકાય છે. તસવીરો એટલી ભયાનક છે કે અમે તેને સ્પષ્ટપણે બતાવી શકતા નથી. ઘટનાસ્થળે હોવાનો દાવો કરનાર એક ગ્રામીણે જણાવ્યું હતું કે શુક્રવારે મો સો નજીક કોઈ નાગન ગામ પાસે સશસ્ત્ર વિપક્ષી દળો અને મ્યાનમારની સેના વચ્ચેની અથડામણ ટાળવા લોકો ભાગી ગયા હતા. ગામવાસીએ જણાવ્યું કે, સેનાના જવાનોએ તેને પકડી લીધા અને થોડા સમય બાદ મારી નાખ્યા હતા. જ્યારે તે શરણાર્થી કેમ્પમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ફેબ્રુઆરીમાં બળવો થયો હતો

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીથી સ્થિતિ વણસી છે. તે જ દિવસ હતો, જ્યારે સેનાએ દેશ પર કબજો જમાવ્યો હતો, લોકોએ ચૂંટાયેલી સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી. ત્યારથી દેશમાં હિંસા સતત વધી રહી છે. બળવા પછી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે સેનાએ તેમના પર ગોળીબાર કર્યો અને વિરોધના અવાજોને દબાવી દીધા. દેશના કેટલાક ભાગોમાં લોકો હજુ પણ સેના સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Next Article