પાકિસ્તાને માન્યું- કરાચીમાં રહે છે દાઉદ ઈબ્રાહિમ, આતંકીઓના લિસ્ટમાં નાખ્યું નામ

|

Sep 20, 2020 | 9:07 PM

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ હાલમાં કરાંચીમાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે. UNSC તરફથી 88 આતંકી ગ્રુપ લીડર્સનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓના નામ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે દાઉદ ઈબ્રાહિમની તમામ ચલ અને અચલ સંપતિઓ જપ્ત કરવા અને તેના બેન્ક […]

પાકિસ્તાને માન્યું- કરાચીમાં રહે છે દાઉદ ઈબ્રાહિમ, આતંકીઓના લિસ્ટમાં નાખ્યું નામ

Follow us on

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ હાલમાં કરાંચીમાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે. UNSC તરફથી 88 આતંકી ગ્રુપ લીડર્સનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓના નામ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે દાઉદ ઈબ્રાહિમની તમામ ચલ અને અચલ સંપતિઓ જપ્ત કરવા અને તેના બેન્ક ખાતાઓને ફ્રીજ કરવાનો આદેશ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહિમ મુંબઈમાં 1993માં થયેલા આતંકી બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. આ આતંકી ઘટનામાં 350 લોકોના મોત થયા હતા. ત્યારે 1200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભારત સરકારે 2003માં અમેરિકાની સાથે મળીને દાઉદને વૈશ્ચિક આતંકવાદી જાહેર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:37 pm, Sat, 22 August 20

Next Article