Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરારીબાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેની રામકથામાં સામેલ થયા ઋષિ સુનક, કહ્યું કે PM તરીકે નહી હિંદુ તરીકે આવ્યો છું, જુઓ Video 

મોરારીબાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેની રામકથામાં સામેલ થયા ઋષિ સુનક, કહ્યું કે PM તરીકે નહી હિંદુ તરીકે આવ્યો છું, જુઓ Video 

Darshal Raval
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:22 PM

Cambridge University Ramkatha: મોરારીબાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. જેમા મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો સામેલ થયા હતા. આ તકે મોરારીબાપુએ પીએમ મોદીની પ્રશંસા કરી. દિલ્હીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી.

Cambridge University Ramkatha: ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને માનસ વિશ્વવિદ્યાલય નામ આપવામાં આવ્યુ છે. સ્વતંત્રતા પર્વ નિમીત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરારીબાપુએ દિલ્હીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં શિક્ષકો માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની 921મી રામકથા

મોરારી બાપુ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે રામકથા કરી રહ્યા છે. આ તેમની 921મી રામકથા છે. આપને જણાવી દઈએ કે મોરારીબાપુની જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં એક ખાસ બાબત જોવા મળે છે. જે એ છે કે હનુમાનજીની ધજાની સામે જ રાષ્ટ્રધ્વજ પણ રાખવામાં આવે છે. કથા શરૂ કરતા પહેલા મોરારીબાપુ એ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે અને ત્યારબાદ કથાનો પ્રારંભ કરે છે. આજના દિવસે તેમણે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી.

મોરારીબાપુની રામકથામાં ઈંગલેન્ડના પીએમ ઋષિ સુનક પણ ઉપસ્થિત

આ કથા દરમિયાન આજે ઈંગલેન્ડમાં પીએમ ઋષિ સુનક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈંગલેન્ડના પીએમએ જણાવ્યુ હતુ કે હું પીએમ તરીકે કથામાં નથી આવ્યો પરંતુ હું હિંદુ છુ અને હિંદુ ધર્મમાં માનુ છુ. આથી હિંદુ તરીકે આ કથામાં હું આવ્યુ છુ. આટલુ સાંભળતા જ ત્યાં ઉપસ્થતિ સહુ કોઈએ તેમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લાલ કિલ્લાથી સમગ્ર દેશ 77માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે. ટોચના રાજકીય નેતાઓ, અધિકારીઓ, જજ અને બીજા  મહાનુભાવો ઉપરાંત કેન્દ્ર સરકારે ઉજવણીના ભાગરૂપે વિવિધ તબક્કાના 1,800 લોકોને ઉજવણીમાં સામેલ થવા આમંત્રિત કર્યાં હતાં.

આ પણ વાંચો: “12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રામાં આજે રામકથાનો પાંચમો દિવસ, રામેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે મોરારીબાપુની રામકથાનું આયોજન, જુઓ Video

પૂજ્ય બાપુની રામકથા હાલ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે ચાલી રહી છે. આ કથા ભારત અને અંગ્રેજી સંસ્કૃતિ વચ્ચે લાંબાગાળાના સંબંધોની ઉજવણી છે. આ રામકથા 20 ઓગસ્ટે સમાપ્ત થશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 15, 2023 11:13 PM
g clip-path="url(#clip0_868_265)">