Miami Building Collapse: અમેરિકાના ફ્લોરિડામાં બનેલી ઘટનામાં એક ગુજરાતી પરિવાર સહિત 99 લોકો લાપતા

|

Jun 26, 2021 | 11:04 PM

આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે તો 99 લોકો લાપતા છે. રેસ્ક્યૂ ટીમે હમણા સુધી 102 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે.

Miami Building Collapse: અમેરિકાના ફ્લોરિડામાં બનેલી ઘટનામાં એક ગુજરાતી પરિવાર સહિત 99 લોકો લાપતા
ફાઇલ તસવીર

Follow us on

ફ્લોરિડાના મિયામીમાં દરિયાકિનારે બનેલી એક 12 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારત શૈમ્પ્લેન ટાવર્સ નામથી પ્રચલિત હતુ. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે તો 99 લોકો લાપતા છે. રેસ્ક્યૂ ટીમે હમણાં સુધી 102 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ કાર્યરત છે.

 

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગુજરાતનો એક પરિવાર પણ લાપતા બન્યો છે. ગુજરાતી પરિવારની ભાવના પટેલ તેના પતિ વિશાલ અને એક વર્ષની દીકરી પણ લાપતા છે. આ પરિવારના એક મિત્રએ જણાવ્યું છે કે ભાવના આ સમયે ગર્ભવતી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

મિયામીના મેયરે જણાવ્યુ કે આ ઈમારત 12 માળની હતી અને તેમાં 130થી વધારે યુનિટ્સ છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ઈમારતના એક એક વ્યક્તિને બચાવી ન લેવાય ત્યાં સુધી રેસ્ક્યૂની કામગીરી ચાલુ જ રહેશે. મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂ આસિસ્ટેન્ટ ફાયર ચીફ જદલ્લાહે કહ્યું કે બચાવેલા લોકોમાં કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં ઈલાજ માટે મોકલવામાં આવી રહ્યા છે.

 

મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂ અસિસ્ટેન્ટ ફાયર ચીફ જદલ્લાહે પુષ્ટી કરી છે કે કાટમાળની નીચેથી લોકોના અવાજ સંભળાય રહ્યા છે. મોટા પ્રમાણમાં અવાજો પાર્કિંગ ગેરેજના નીચેથી આવી રહી છે. ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ જલ્દીથી જલ્દી તે લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે. ફ્લોરિડા સરકારે ઘટનાની ગંભીરતા જોતા પીડિત પરિવારોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં આપાતકાલીન ઘોષણા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો – Assembly Elections : ભાજપા ફરી ઈલેક્શન મોડમાં, ઉત્તરપ્રદેશ સહીત આ 4 રાજ્યોમાં સત્તા ટકાવી રાખવા મનોમંથન કર્યુ

આ પણ વાંચો – Rajkot : ખુલ્લેઆમ દેશી દારૂના વેપારનો Video આવ્યો સામે, શાકભાજીની જેમ બિન્દાસ્ત ખરીદી રહ્યા છે દેશી દારૂ !

આ પણ વાંચો – UFO and Aliens : એલિયન્સની વાસ્તવિકતા અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે ચોંકાવનારી માહિતી આપી

Published On - 10:59 pm, Sat, 26 June 21

Next Article