ચીન સાથેના વિવાદ વચ્ચે ભારત સરકાર એક્શનમાં, જાણો બોર્ડર પર કેટલાં કામને ઝડપથી કરાશે પૂર્ણ?

|

Sep 28, 2020 | 12:55 PM

ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. LAC પર ભારતના જે પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેનો ચીન વિરોધ કરી રહ્યું છે. ભારત પોતાના વિસ્તારમાં  રસ્તાઓ, પુલ વગેરે સુવિધા વિકસાવી રહ્યું છે. આથી ચાલાક ચીનના પેટમાં તેલ રેડાયું છે. જો કે ભારત-ચીન બોર્ડર મેનેજમેન્ટની બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ જ વિકાસના કાર્યો સરહદ […]

ચીન સાથેના વિવાદ વચ્ચે ભારત સરકાર એક્શનમાં, જાણો બોર્ડર પર કેટલાં કામને ઝડપથી કરાશે પૂર્ણ?

Follow us on

ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. LAC પર ભારતના જે પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેનો ચીન વિરોધ કરી રહ્યું છે. ભારત પોતાના વિસ્તારમાં  રસ્તાઓ, પુલ વગેરે સુવિધા વિકસાવી રહ્યું છે. આથી ચાલાક ચીનના પેટમાં તેલ રેડાયું છે. જો કે ભારત-ચીન બોર્ડર મેનેજમેન્ટની બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ જ વિકાસના કાર્યો સરહદ પર બંધ કરવામાં આવશે નહીં. આ બેઠકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, આઈટીબીપી, સીપીડબલ્યુડી અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ પણ વાંચો :  પહાડોમાં લડવા સક્ષમ સૈન્ય ટુકડીઓ ચીન સરહદે તહેનાત. ચીનની આર્મીને જડબાતોડ જવાબ આપવા સૈન્યને પૂરી છુટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

32 જેટલાં રોડનું કાર્ય ઝડપથી કરાશે પૂર્ણ

કેન્દ્ર સરકાર દ્વારા એક વિસ્તૃત યોજના બનાવવામાં આવી છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 32 જેટલાં રોડના કામ જે સરહદ પર ચાલી રહ્યાં છે તેને જલદી જ પૂર્ણ કરવામાં આવશે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ લદાખ વિસ્તારમાં 3 મુખ્ય રસ્તાઓનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગનાઈઝેશન કરી રહ્યું છે. બીજા તબક્કામાં 32 રોડનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ માટે તમામ એજન્સીઓનો સહયોગ લેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત-ચીન વચ્ચે જે વિવાદ વધી રહ્યો છે તેને લઈને ગૃહ મંત્રાલયે બીજી બેઠક બોલાવી છે. સૂત્રોએ જાણકારી આપી છે કે ભારત-ચીન બોર્ડર પર કુલ 73 રોડનું નિર્માણ કરવાનું છે. જેમાં 12 રોડનું કાર્ય CPWD, 61 રોડનું નિર્માણકાર્ય BROને સોંપવામાં આવ્યું છે. ચીનના કોઈ જ દબાણને અવગણીને ભારત સરકારે આ રોડના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. જેના લીધે બોર્ડર પરના ગામને પણ શિક્ષા, વીજળી અને સ્વાસ્થ્ય જેવી સુવિધા પહોંચાડવામાં મદદ મળી શકશે. આ ઉપરાંત ભારતીય સેના દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:29 am, Mon, 22 June 20

Next Article