ફિલિપાઈન્સમાં રશિયન એમ્બેસીમાં લાગી ભીષણ આગ, 2 મિલિયન ડોલરથી વધુનું નુકસાન

ફિલિપાઈન્સમાં રશિયન દૂતાવાસમાં અચાનક લાગેલી આગમાં ઓછામાં ઓછા બે મિલિયન ડોલરનું નુકસાન થયું છે. આગ દૂતાવાસના બીજા માળેથી શરૂ થઈ હતી.

ફિલિપાઈન્સમાં રશિયન એમ્બેસીમાં લાગી ભીષણ આગ,  2 મિલિયન ડોલરથી વધુનું નુકસાન
Massive fire breaks out at Russian embassy in Philippines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:13 PM

ફિલિપાઈન્સની રાજધાની મનીલા સ્થિત રશિયન દૂતાવાસમાં (Fire in Russian Embassy) શુક્રવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, રાહત અને બચાવકર્મીઓએ કર્મચારીઓને એમ્બેસી પરિસરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ અંગે ફિલિપાઈન્સના ફાયર પ્રોટેક્શન બ્યુરોએ શનિવારે જણાવ્યું હતું કે એક ડઝનથી વધુ ફાયર ટેન્ડરોની મદદથી કલાકો પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઘટનાનું કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ દૂતાવાસના બીજા માળેથી શરૂ થઈ હતી અને તેના કારણે $2 મિલિયનથી વધુનું નુકસાન થયું હતું.

રશિયા અને ફિલિપાઈન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂતાવાસમાં કામ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી કોઈને ઈજા થઈ નથી. ફિલિપાઈન બ્યુરો ઓફ ફાયર પ્રોટેક્શન અનુસાર, તપાસકર્તાઓ કલાકો સુધી લાગેલી આગનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. રશિયાનું દૂતાવાસ દેશના મોટા શહેર મનીલા મકાતીમાં છે. જ્યાં ફાયર ફાઈટરોએ કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો છે.

દશમરિનાસ ગામમાં અનેક દૂતાવાસો અને રાજદ્વારી નિવાસો છે. જેના કારણે અહીં હંમેશા કડક સુરક્ષા રહે છે. આગને કાબુમાં લેવા માટે એક ડઝનથી વધુ ફાયર ટેન્ડર આવ્યા હતા. આ મામલે રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે આગની જાણ થતાં જ તમામ સ્ટાફ સભ્યો અને તેમના પરિવારોને તરત જ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો –

Iran Nuclear Deal: અમેરિકાનું મોટું પગલું, ન્યુક્લિયર ડીલ પર વાતચીત મહત્વના તબક્કામાં પહોંચી, ઈરાન પર પ્રતિબંધોમાં પણ રાહત

આ પણ વાંચો –

રશિયાએ તાઈવાનને ચીનનો હિસ્સો માન્યો તો આઝાદીનો કર્યો વિરોધ, પુતિને શી જિનપિંગના સૂરમાં સુર મિલાવ્યો

આ પણ વાંચો –

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ America દેવાના ડુંગર તળે દબાયો, ભારતની GDP ના 10 ગણા રકમ જેટલું અધધ દેવું

g clip-path="url(#clip0_868_265)">