યુરોપમાં હીટવેવ યથાવત, પોર્ટુગલ, ગ્રીસ, સ્પેન અને ફ્રાન્સ સહિત અનેક દેશોમાં હાઈ એલર્ટ, સ્પેન અને પોર્ટુગલમાં અનેક મોત

|

Jul 18, 2022 | 5:25 PM

પોર્ટુગલ, ગ્રીસ, સ્પેન અને ફ્રાન્સ એવા દેશોમાં સામેલ છે જેમણે વધતા તાપમાનને કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ નોંધી છે, જેના કારણે હજારો લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.

યુરોપમાં હીટવેવ યથાવત, પોર્ટુગલ, ગ્રીસ, સ્પેન અને ફ્રાન્સ સહિત અનેક દેશોમાં હાઈ એલર્ટ, સ્પેન અને પોર્ટુગલમાં અનેક મોત
યુરોપમાં હિટવેવની ચેતવણી
Image Credit source: BBC

Follow us on

યુરોપમાં તાપમાનમાં વધારો થતાં જ જંગલોમાં આગ (Forest Fire) લાગી છે. ઊંચા તાપમાનને જોતા બ્રિટન અને ફ્રાન્સે સોમવારે હીટવેવને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પોર્ટુગલ, ગ્રીસ, સ્પેન અને ફ્રાન્સ (Heatwave Alert In Britain and France) એવા દેશોમાં સામેલ છે જ્યાં તાપમાનમાં વધારાને કારણે જંગલની જમીનમાં આગ (Forests Land) લાગવાની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે હજારો લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે.

ફ્રાન્સ

ફ્રાન્સમાં, હવામાન વિભાગે અતિશય તાપમાનને ધ્યાનમાં રાખીને 15 વિભાગોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. હવામાન વિભાગના ઓલિવિયર પ્રોસ્ટે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સોમવારે દક્ષિણપશ્ચિમ એક્વિટેન પ્રદેશમાં (SouthWest Aquitaine Region)તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ થવાની ધારણા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બ્રિટ્ટેની અને ગિરોન્ડેમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. ફ્રાન્સમાં જંગલમાં લાગેલી આગને (WildFires) કારણે 16,000થી વધુ નાગરિકો અને પ્રવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ફ્રાન્સના આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ અગ્નિશામક વિમાનો, 200 અગ્નિશામકો અને વધારાની ટ્રકો અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે. પરિસ્થિતિ બગડતી જોઈને રવિવારે દક્ષિણ-પૂર્વ શહેર લિયોનમાં આવેલી ઐતિહાસિક હોસ્પિટલ ચેપલ અને ગ્રાન્ડ હોટેલ ડીયુએ પ્રવાસીઓને આશ્રય આપ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બ્રિટન

યુકેમાં, હવામાન વિભાગે આત્યંતિક તાપમાનને ધ્યાનમાં રાખીને ‘રેડ’ ચેતવણી જાહેર કરી છે અને સાવચેત રહેવાની સલાહ આપી છે, બહાર જતી વખતે ‘જીવન માટે જોખમ’ અને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ઇંગ્લેન્ડમાં સોમવારે પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે. હીટવેવ વધુ વણસી જતાં એમ્બ્યુલન્સ સેવાઓને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં શાળાઓ બંધ છે. હવામાન વિભાગની ચેતવણી છતાં લોકો ગરમીની ઇમરજન્સીને ગંભીરતાથી ન લેતા સરકારનો વિરોધ પણ કરી રહ્યા છે.

સ્પેન અને પોર્ટુગલમાં સ્થિતિ વણસી છે, ઘણા લોકોના મોત

હીટવેવની સૌથી ખરાબ અસર સ્પેનમાં જોવા મળી રહી છે, જ્યાં વધતા તાપમાનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલું જ નહીં, છેલ્લા એક સપ્તાહ દરમિયાન અનેક અગ્નિશામકોના મોત પણ થયા છે. ઓછામાં ઓછા 20 સ્થળોએ જંગલમાં આગની ઘટનાઓ નોંધાઈ છે અને લગભગ 4,500 હેક્ટર જંગલની જમીન નાશ પામી છે. તે જ સમયે, પોર્ટુગલમાં, લગભગ સમગ્ર દેશમાં હાઇ એલર્ટ ચાલુ છે. જોકે, જુલાઈ મહિનાના સર્વોચ્ચ તાપમાન – 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યા પછી – તાપમાનમાં થોડો ઘટાડો પણ નોંધવામાં આવ્યો છે. આગને કારણે પોર્ટુગલમાં બે લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં, 12,000 અને 15,000 હેક્ટર જંગલની જમીનનો નાશ થયો છે.

Next Article