USમાં ગુનેગારો બેકાબૂ: ટાઈમ્સ સ્ક્વેર પર એક વ્યક્તિએ મહિલાને મેટ્રો સામે માર્યો ધક્કો, ઘટનાસ્થળે જ મોત

|

Jan 16, 2022 | 4:59 PM

Times Square Incident: અમેરિકામાં એક પુરુષે એક મહિલાને મેટ્રો ટ્રેનની આગળ ધક્કો માર્યો, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું. જે બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

USમાં ગુનેગારો બેકાબૂ: ટાઈમ્સ સ્ક્વેર પર એક વ્યક્તિએ મહિલાને મેટ્રો સામે માર્યો ધક્કો, ઘટનાસ્થળે જ મોત
Woman pushed to death at Times Square Subway

Follow us on

શનિવારે અમેરિકાના(America) ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર (Times Square) સ્ટેશન પર એક શંકાસ્પદ વ્યક્તિએ સબવે ટ્રેનની સામે એક મહિલાને ધક્કો માર્યો હતો, જેમાં મહિલાનું મોત નીપજ્યું. માત્ર એક અઠવાડિયા પહેલા શહેરના મેયર અને ગવર્નરે ન્યૂયોર્ક સિટીની (New York City) શેરીઓ અને ટ્રેનો પર સુરક્ષા વધારવા અને શહેરના બેઘર લોકો સુધી પહોંચવાની યોજનાની જાહેરાત કરી હતી. પોલીસ કમિશનર કેઈચન્ટ સેવેલે સ્ટેશન પર મેયર એરિક એડમ્સ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હુમલા માટે જવાબદાર વ્યક્તિ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર (New York City)ની રહેવાસી 40 વર્ષીય મહિલા સવારે 9:40 વાગ્યે દક્ષિણ તરફ જતી R ટ્રેનની રાહ જોઈ રહી હતી. સેવેલે કહ્યું “આ ઘટના ઉશ્કેરણી વગરની હતી અને એવું લાગતું નથી કે મૃતકે હુમલાખોર સાથે કોઈ વાતચીત કરી હતી.”

અન્ય એક મહિલાએ પોલીસને જણાવ્યું કે હુમલાખોર થોડીવાર પહેલા પીડિતા પાસે આવ્યો હતો અને તેને ડર હતો કે હુમલાખોર તેને મારી નાખશે. હજુ સુધી પોલીસને આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હુમલાખોરે મહિલાને શા માટે ધક્કો માર્યો તે જાણવાના પ્રયાસો ચાલુ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ ઘટના વિશે માહિતી આપતાં આસિસ્ટન્ટ ચીફ જેસન વિલકોક્સે કહ્યું કે ‘હુમલાખોર મહિલા પાસે પહોંચ્યો, ત્યારબાદ તે ત્યાંથી હટી ગઈ. હુમલાખોરને જોઈને તે ખૂબ જ સતર્ક થઈ ગઈ હતી અને તેનાથી દૂર જવાનો પ્રયાસ કરે છે, પરંતુ હુમલાખોર તેની નજીક જાય છે. મૃતકને ડર હતો કે હુમલાખોર તેને ટ્રેનની સામે ધકેલી દેશે.’ જોકે વિલકોક્સે તરત જ શંકાસ્પદનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ તેનો ગુનાહિત ઈતિહાસ છે અને તે પેરોલ પર છે. “તેણે માનસિક રીતે અસ્વસ્થ થઈને ત્રણ ઘટનાઓ કરી હતી,”

કોન્સર્ટ હોલની બહાર શૂટિંગ

આ સાથે જ યુ.એસના (US) યુજીનમાં ઓરેગોન કોન્સર્ટ હોલની (Concert Hall) બહાર બે મહિલાઓ સહિત છ લોકોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો હતો અને આ કેસનો શંકાસ્પદ હજુ પણ ફરાર છે. આ માહિતી આપતાં ઓરેગોન પોલીસે પ્રત્યક્ષદર્શીઓને આગળ આવવા અને ઘટના વિશે માહિતી આપવા અપીલ કરી છે. યુજીન પોલીસ વિભાગે શનિવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે યુજીનમાં કોન્સર્ટ હોલના પાછળના દરવાજે ગોળીબારની ઘટનાની માહિતી મળ્યા બાદ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : Data Point: તમામ રાજ્યોમાં ઓમિક્રોનનો વધારો, ડેટાના આધારે જાણો કયા ત્રણ રાજ્ય નોંધાવે છે દેશના અડધાથી વધુ કેસ

આ પણ વાંચો :અમેરિકામાં રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પડેલા ખાલી પેકિંગ બોક્સ પાછળ છે આ કહાની, આવો જાણીએ

 

Next Article