અમેરિકામાં રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પડેલા ખાલી પેકિંગ બોક્સ પાછળ છે આ કહાની, આવો જાણીએ

Thieves looted train cargo: ચોરોએ અમેરિકાના લોસ એન્જલસમાં ચોરીનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. જેના કારણે અહીં પાટા પર મોટી સંખ્યામાં પેકિંગ બોક્સ પડેલા જોવા મળે છે. આવો જાણીએ સમગ્ર મામલો.

Jan 16, 2022 | 2:25 PM
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 16, 2022 | 2:25 PM

અમેરિકાના લોસ એન્જલસમાં ચોરોએ ચોરીની અનોખી રીત શોધી કાઢી છે. જેના કારણે અહીં પાટા પર મોટી સંખ્યામાં પેકિંગ બોક્સ પડેલા જોવા મળે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે ચોર માત્ર તે જ વસ્તુઓની ચોરી કરે છે જે મોંઘી વસ્તુઓ હોય છે. જાણો શું છે સમગ્ર મામલો...(PS:CNN)

1 / 5
એક મીડિયા  રિપોર્ટ અનુસાર લોસ એન્જલસમાં, માલગાડીઓની મદદથી મોટા પાયે પાર્સલ લઈ જવામાં આવે છે. આમાંના મોટાભાગના એમેઝોન, યુપીએસ અને ફેડએક્સ જેવી કંપનીઓના પાર્સલ છે. આ પાર્સલ ચોરોના નિશાન પર  છે. યોગ્ય રીતે લોક હોવા છતાં ચોરો આ પાર્સલને માલગાડીમાંથી કાઢી લે છે અને તેમાંથી સામાન દૂર કર્યા પછી પેકિંગને ટ્રેક પર જ ફેંકી દે છે. હવે જાણો, કેવી રીતે તેઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે. ( Symbolic photo)

2 / 5
 માલસામાનને લઈ જતી માલગાડી પર ચોરો નજર રાખે છે. જેવી માલગાડી પાટા પર ઉભી રહે છે કે તરત જ ચોરો ડબ્બામાં ચઢી જાય છે અને તેને લોક બોલ્ટ કટરથી કાપી નાખે છે. અહીંથી પાર્સલ બહાર કાઢે છે  એવા સામાનને પાર્સલમાંથી કાઢે છે  જે મોંઘા હોય છે. જે માલ વેચી શકાતો નથી  તેને ત્યાં છોડી દે છે.( Symbolic photo)

3 / 5
જાણો કેટલું નુકસાન થયું અને શું કાર્યવાહી કરવામાં આવી. યુએસ મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, ગત વર્ષના છેલ્લા 3 મહિનામાં માલસામાન ટ્રેનમાં લૂંટ કરનારા 100 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ચોરીના મામલા પર સંપૂર્ણ અંકુશ આવ્યો નથી. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.( Symbolic photo)

4 / 5
યુએસ રેલરોડ કંપની યુનિયન પેસિફિકનું કહેવું છે કે, લોસ એન્જલસમાં ચોરીના વધી રહેલા કેસોને જોતા અહીં પાર્સલ સેવા બંધ કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, અપરાધમાં વધારો થવાનું મુખ્ય કારણ ગરીબી છે, જે મહામારી દરમિયાન વધી છે. જોકે, સ્થાનિક પોલીસનો દાવો છે કે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.( Symbolic photo)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati