જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે

|

Mar 24, 2021 | 3:47 PM

જાપાનની રાજધાની ટોક્યોમાં Earthquakeના આંચકા અનુભવાયા છે. યુએસજીએસ અનુસાર તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  7ની નોંધાઈ હતી. ટોક્યોમાં સાંજે 6 વાગેને 10 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે
Japan Earthquake Image

Follow us on

જાપાનની રાજધાની ટોક્યોમાં Earthquakeના આંચકા અનુભવાયા છે. યુએસજીએસ અનુસાર તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  7ની નોંધાઈ હતી. ટોક્યોમાં સાંજે 6 વાગેને 10 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. યુએસજીએસના જણાવ્યા અનુસાર Earthquakeનું કેન્દ્રબિંદુ જાપાનના ઈશિનોમાકીથી 34 કિલોમીટર પૂર્વમાં અને 60 કિલોમીટર ઉંડે હતું.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ પછી તુરંત જ મિયાગી પ્રાંત માટે સુનામીની ચેતવણી જારી કરી હતી. જો કે 90 મિનિટ પછી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. જાપાનના એનએચકે ટીવીએ કહ્યું છે કે સુનામી મિયાગી કાંઠાના ભાગોમાં પહોંચી ચૂકી છે. ત્યાંના અધિકારીઓએ કહ્યું કે નુકસાનની કોઈ તાત્કાલિક રિપોર્ટ આવ્યા નથી.

 

એનએચકેએ જણાવ્યું હતું કે જોરદાર Earthquakeના કારણે કેટલાક વિસ્તારોમાં અસ્થાયી અંધારપટ સર્જાયો હતો અને બુલેટ ટ્રેન સેવાઓ સ્થગિત થઈ ગઈ હતી. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ કહ્યું હતું કે ફુકુશીમાં ડાઈચી પરમાણુ પ્લાન્ટ સહિતના વિસ્તારમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટોમાં કોઈ અસામાન્યતા જોવા મળી નથી. મિયાગી પ્રાંતના ટોમ સિટીના અધિકારી અકીરા વેકિમોટોએ જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યો ત્યારે તે તેમના એપાર્ટમેન્ટમાં હતા અને લાંબા સમયથી તેમના રૂમ લાંબા સમય સુધી હલતો અનુભવાયો હતો.

 

જ્યારે અન્ય એક હોટલના કર્મચારી શોટોરો સુઝુકીએ જણાવ્યું હતું કે ત્યાં બ્લેકઆઉટ થયું હતું અને લિફ્ટ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી, પરંતુ તે પછી પાવર ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો છે. અત્યારે બીજી કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું, “અમારા ગેસ્ટ શરૂઆતમાં બેચેન લાગતા હતા, પરંતુ તે બધા તેમના રૂમમાં પાછા ફર્યા છે. ક્યોડો ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર મિયાગી પ્રાંતના  દરિયાકાંઠે હતું, જે 2011ના વિશાળ ભૂકંપ અને સુનામી દરમિયાન ભારે નુકસાન થયું હતું.

 

આ પણ વાંચો: ટેસ્લાની ગાડીઓ પર ચીની મિલેટ્રીએ મુક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Published On - 6:26 pm, Sat, 20 March 21

Next Article