ટેસ્લાની ગાડીઓ પર ચીની મિલેટ્રીએ મુક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

ચાઈના એ ઈલેક્ટ્રિક વાહનોનું વિશ્વમાં સૌથી મોટું બજાર છે. ત્યારે ટેસ્લાનું પણ નામ આ લિસ્ટમાં સામેલ છે. પરંતુ ચીની સૈન્યએ ટેસ્લાના વાહનો અંગે સવાલો ઉભા કર્યા છે.

ટેસ્લાની ગાડીઓ પર ચીની મિલેટ્રીએ મુક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 3:38 PM

ચાઈના એ ઈલેક્ટ્રિક વાહનોનું વિશ્વમાં સૌથી મોટું બજાર છે. ત્યારે ટેસ્લાનું પણ નામ આ લિસ્ટમાં સામેલ છે. પરંતુ ચીની સૈન્યએ ટેસ્લાના વાહનો અંગે સવાલો ઉભા કર્યા છે. જી હા ચીની સૈન્યએ તેના કમ્પાઉન્ડ અને સંકુલમાં ટેસ્લા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા વાહનોની ગોપનીયતા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. જે કારણે પ્રતિબંધ મુકાઈ રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીની સૈન્યને શંકા છે કે ટેસ્લા કારમાં રહેલા કેમેરામાંથી ડેટા એકત્રિત કરી રહી છે. અને આ ડેટા ચીની સરકારના નિયંત્રણમાં નથી. આવી સ્થિતિમાં આ ઘટના અને ડેટા સૈન્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. હવે લશ્કરી હાઉસિંગ સંકુલને જાણ કરવામાં આવી છે કે કોઈપણ તેમના ટેસ્લા ઈવી કારને સૈન્યથી દૂર રાખશે. કારણ કે આ બધી ગોપનીય માહિતી હોય છે જે કોઈપણ માટે જોખમી સાબિત થઈ શકે છે. ટેસ્લા કાર્સ ઘણા કેમેરાથી સજ્જ હોય છે. આ કેમેરાની મદદથી કાર માલિકને માર્ગદર્શિકા પાર્કિંગ, ઓટોપાયલોટ અને સ્વ-ડ્રાઈવિંગ જેવા ફીચર્સમાં મદદ કરતી હોય છે. ટેસ્લાના ઘણા વાહનોમાં સેન્ટ્રી મોડ પણ હોય છે. એટલે કે વિશ્વભરમાં જેટલી ટેસ્લા કાર વેચવામાં આવી છે એ દરેકમાં આવા ફંક્શન આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

જો કે મોડેલ 3ને ટેસ્લાનું સૌથી પ્રખ્યાત સંસ્કરણ માનવામાં આવે છે. તે આ કંપનીની સૌથી વધુ પોપ્યુલર અને વ્યાજબી વાહન માનવામાં આવે છે. જ્યારે આ ગાડીનું લોકલ મેન્યુફેક્ચરિંગ શાંઘાઈમાં શરુ કરવામાં આવ્યું ત્યારે એનું વેચાણ વધુ મજબુત થઈ ગયું અને આ કાર વધુ વેચાવા લાગી. પરંતુ હવે ચીની લશ્કરી વિવાદ બાદ તેવું જાણવા મળી રહ્યું છે કે ટેસ્લાના આંતરિક કેમેરા બાતમીને એક્સેસ કરી શકે છે. જોકે આવી સ્થિતિમાં વિવાદ પર કંપનીનું કહેવું છે કે આ કાર કેમ્સ ટેસ્લાની ગાડીઓમાં કામ નથી કરતા હોતા.

ત્યારે સુરક્ષાના સવાલો ઉભા કરીને ચીન આર્મીમાં ટેસ્લા કાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોમાં વિશ્વમાં ટેસ્લા કંપનીનું નામ ખુબ મોટું છે અને આ કંપનીના ઓનર એલોન મસ્ક પણ વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પલટવાર, ડોર સ્ટેપ રેશન યોજનામાંથી મુખ્યમંત્રીનું નામ દૂર કર્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">