પીએમ બોરિસ જોન્સન પર નવો આરોપ, અફઘાનિસ્તાન નિકાસી અભિયાન દરમિયાન માણસો કરતા જાનવરોને આપી પ્રાથમિકતા

|

Jan 28, 2022 | 3:27 PM

દરરોજ આરોપોનો સામનો કરી રહેલા બ્રિટનના પીએમ બોરિસ જોન્સન પર વધુ એક નવો આરોપ લાગ્યો છે. કહેવાય છે કે તેમણે અફઘાનિસ્તાનથી નિકાસી અભિયાન દરમિયાન પ્રાણીઓને પ્રાથમિકતા આપી હતી.

પીએમ બોરિસ જોન્સન પર નવો આરોપ, અફઘાનિસ્તાન નિકાસી અભિયાન દરમિયાન માણસો કરતા જાનવરોને આપી પ્રાથમિકતા
Leaked Email alleges UK PM Boris Johnson of prioritizing animal evacuation over humans from Afghanistan

Follow us on

યુકે સરકારે ગુરુવારે એવા આરોપોને ફગાવી દીધા હતા કે વડા પ્રધાન બોરિસ જોન્સને (British PM Boris Johnson) અફઘાનિસ્તાનમાંથી લોકોને બચાવવાની કામગીરીમાં માણસો કરતાં પ્રાણીઓને પ્રાધાન્ય આપ્યુ હતુ. આ ગયા વર્ષના ઓગસ્ટ મહિનાની છે, જ્યારે અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ કબજો કર્યો હતો. જાનવરોની સંભાળ રાખતા શેલ્ટર હોમને લગતા મુદ્દાને કારણે જોન્સનની પૂછપરછ કરવામાં આવી છે. તે પણ એવા સમયે જ્યારે તે લોકડાઉન દરમિયાન પાર્ટી (Lockdown Party) કરવાને કારણે તપાસનો સામનો કરી રહ્યો છે.

યુકેની સંસદીય સમિતિએ ઓગસ્ટમાં વિદેશ મંત્રાલયના ઈમેલ જાહેર કર્યા છે. જેમાં રાજદ્વારીઓ પીએમ જોન્સનના બ્રિટિશ કર્મચારીઓ અને નૌજાદ એનિમલ ચેરિટીના પ્રાણીઓને બહાર કાઢવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં, એવું કહેવામાં આવ્યું હતું કે જોન્સને અફઘાનિસ્તાનમાં કૂતરા અને બિલાડીઓની સંભાળ માટે કામ કરતા અફઘાનિસ્તાન શેલ્ટર હોમને પ્રાધાન્ય આપવાનો ઇનકાર કર્યો હતો. આ શેલ્ટર હોમ એક ભૂતપૂર્વ બ્રિટિશ સૈનિક ચલાવતો હતો. જેનું નામ પોલ પેન ફાર્થિંગ છે. જો કે, બાદમાં આ સમાચાર ખૂબ ચર્ચામાં આવ્યા, ત્યારબાદ તમામ પ્રાણીઓને વિમાન દ્વારા સુરક્ષિત રીતે બ્રિટન લાવવામાં આવ્યા.

એક ઈમેલમાં લખ્યું હતું કે, ‘ભૂતપૂર્વ રોયલ મરીન દ્વારા ચલાવવામાં આવતી ચેરિટી નૌજાદને ઘણી પ્રસિદ્ધિ મળી છે અને PM એ તેના સ્ટાફ અને પ્રાણીઓને લાવવાની મંજૂરી આપી હતી.’ આ ઈમેલમાં અન્ય સમાન સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સમાન મદદ માંગી રહી હતી. હવે આ સમગ્ર મામલે ભારે હોબાળો થઈ રહ્યો છે કારણ કે બ્રિટિશ સૈનિકોને મદદ કરનારા ઘણા અફઘાન ત્યાં અટવાઈ ગયા છે. જ્યારે બ્રિટન અને અમેરિકા જેવા દેશોએ કહ્યું હતું કે તેઓ અફઘાન લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢશે જેમણે તેમના સૈનિકોને પાછા લાવવાની કામગીરીમાં મદદ કરી હતી.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

હવે બ્રિટિશ સરકારે મનુષ્ય કરતાં પ્રાણીઓને વધુ મહત્વ આપવાના આરોપોને નકારી કાઢ્યા છે. સંરક્ષણ પ્રધાન બેન વોલેસે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાણીઓને પ્રાધાન્ય આપવા માટે વડા પ્રધાન તરફથી કોઈ આદેશ ન હતો. આ મામલે મિનિસ્ટર થેરેસા કોફીએ ગુરુવારે કહ્યું કે, ‘વડાપ્રધાને નિકાસી કામગીરી સાથે સંબંધિત કોઈ નિર્ણય વ્યક્તિગત રીતે લીધો નથી. ઘણા લોકોએ દાવો કર્યો છે કે પ્રાણીઓને લગતા પ્રોજેક્ટને સમર્થન આપનારાઓમાં વડાપ્રધાન પણ હતા, પરંતુ પીએમએ કહ્યું છે કે તેઓ આ વ્યક્તિગત નિર્ણયોમાં સામેલ નથી.

આ પણ વાંચો –

ભારત સાથેના સીમા વિવાદ પર વ્હાઈટ હાઉસના નિવેદનથી ચીન સ્તબ્ધ, કહ્યું, અમેરિકાએ તેમાં દખલ ન કરવી જોઈએ

આ પણ વાંચો –

India-Central Asia Summit: અફઘાનિસ્તાન પર જોઈન્ટ વર્કિગ ગ્રુપનું થશે ગઠન, મધ્ય એશિયાઈ દેશોની સાથે સંમેલનમાં લેવામાં આવ્યો નિર્ણય

Next Article