ભારત સાથેના સીમા વિવાદ પર વ્હાઈટ હાઉસના નિવેદનથી ચીન સ્તબ્ધ, કહ્યું, અમેરિકાએ તેમાં દખલ ન કરવી જોઈએ
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિયાને કહ્યું, "કેટલાક અમેરિકન રાજકારણીઓ 'દમન' શબ્દનો ઉપયોગ કરવા માટે એટલા ટેવાયેલા છે કે તેઓ ભૂલી ગયા છે કે યુએસ 'દબાણની મુત્સદ્દીગીરી'નો શોધક અને માસ્ટર પ્લેયર છે."
ભારત-ચીન સરહદ પર તણાવને (Border Tension) લઈને અમેરિકાના નિવેદન પર ચીન ગુસ્સે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે આ મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કર્યો છે. ચીનનું નિવેદન અમેરિકાની આકરી ટીકા બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ભારત સહિત તેના પડોશીઓ પર દબાણ કરવાના બેઈજિંગના પ્રયાસો અંગે ચિંતિત છે. ચીને કહ્યું કે સરહદ સમસ્યા દ્વિપક્ષીય મામલો છે. ચીન અને ભારત બંને ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કરે છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિયાને કહ્યું “કેટલાક અમેરિકન રાજકારણીઓ ‘દમન’ શબ્દનો ઉપયોગ કરવા માટે એટલા ટેવાયેલા છે કે તેઓ ભૂલી ગયા છે કે યુએસ ‘દબાણની મુત્સદ્દીગીરી’નો શોધક અને માસ્ટર પ્લેયર છે.” ક્વિઆને કહ્યું. ન તો કોઈના પર દબાણ લાવે છે ન કોઈના દબાણમાં આવે છે. તે અમેરિકાની પ્રેશર ડિપ્લોમસીનો સખત વિરોધ કરે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે પોતાની માસિક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. તેમણે કહ્યું કે અમે ભારત સાથે નજીકના સંપર્કમાં રહીને સરહદ વિવાદનો ઉકેલ લાવીશું.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ શું કહ્યું
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા ચીન-ભારત સરહદ પરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારત અને અન્ય પડોશીઓ પર દબાણ કરવાના ચીનના વલણથી ચિંતિત છે. ચાઈના સી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધી રહેલી દખલગીરી અને યુક્રેન સંકટ વચ્ચે તાઈવાન પર હુમલો નહીં કરવાની ધમકી આપતા અમેરિકાએ કહ્યું કે તેણે તેની હરકતોથી દૂર રહેવું જોઈએ.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું “યુએસ એ ખૂબ જ સ્પષ્ટ છે કે દેશ LAC અને સમગ્ર વિશ્વમાં બેઈજિંગના વર્તનને કેવી રીતે જુએ છે.” અમે માનીએ છીએ કે આ અસ્થિર થઈ શકે છે. અમે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના અમારા પડોશીઓને ડરાવવાના પ્રયાસથી ચિંતિત છીએ. અમે વાતચીત અને આ સરહદ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન આપવાનું ચાલુ રાખીએ છીએ.
વાટાઘાટોનો 14મો રાઉન્ડ સકારાત્મક અને રચનાત્મક હતો: વુ કિયાન
ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે 14મા રાઉન્ડની વાતચીત સકારાત્મક અને રચનાત્મક રહી છે. ચીન વાતચીત અને પરામર્શ દ્વારા સરહદ મુદ્દાને ઉકેલવા માટે કામ કરશે. તેમણે જણાવ્યું કે આ વાતચીતમાં ચાર સમજૂતી થઈ છે. “ચીન વાતચીત અને પરામર્શ દ્વારા સરહદ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે ભારતીય પક્ષ સાથે નજીકથી કામ કરશે.”
આ પણ વાંચો : અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત
આ પણ વાંચો : Travel Special: અરુણાચલ પ્રદેશનું ઇટાનગર ફરવા માટે ખાસ છે, જાણો અહીંની શ્રેષ્ઠ જગ્યાઓ